Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ધોરાજી પ્રણામી મંદિરની લુંટમાં ઘાયલ સાધ્વીજીની તબિયત લથડતા જૂનાગઢ લઇ જવાયા : ૧૩મા દિવસે પણ તપાસ જૈસે થે

પ્રણામી મંદિરની લુંટમાં ઘવાયેલ સાધ્વીજી સારવાર હેઠળ છે જે તસ્વીરમાં દર્શાય છે.

 ધોરાજી તા. ૧૬ : અત્રેના જમનાવડ રોડ સાંદિપની સ્કુલ પાસે આવેલ પ્રણામી મંદિર ખાતે ગઈ તારીખ ત્રણના મોડી રાત્રીના ચાર અજાણ્યા શકશો બુકાનીધારી પહેરીને મંદિરમાં પ્રવેશી ૭૧ વર્ષના સાધ્વી ઉપર હુમલો કરી લૂંટ ચલાવી નાસી ગયાના આજે ૧૩ દિવસ થયા છતાં પોલીસની તપાસ શૂન્ય રહી છે.

ઇજાગ્રસ્ત સાધ્વીની હાલત વધુ ખરાબ થતાં તાત્કાલિક જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. જયાં તેઓને સીટી સ્કેન વિગેરે તપાસ હાથ ધરાઇ છે.

૭૧ વર્ષના ઇજાગ્રસ્ત સાધ્વીની હાલત જોતાં તેમના પુત્રી સાધ્વી નિર્મલાદેવીએ જણાવેલ કે, મારા વડીલ માતુશ્રીને લૂંટારૂઓએ ખૂબ જ માર માર્યો જે આજે તેર દિવસ થવા છતાં દુખાવો બંધ થતો નથી માથાના ભાગે તેમજ પીઠના ભાગે ખૂબ જ દુખાવો રહેતા અને લૂંટારૂઓનો સતત રહેતા તેઓને રાત્રીના પણ આવતી નથી અને સતત માનસિક વેદના ભોગવી રહ્યા છે જેના કારણે અમોએ તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલ છે. જયાં તેઓ પણ હજુ એવું દેખાઈ રહ્યું છે તેમજ તેમને ભય રહે છે તો અમારે અમારા નાના બાળકો સાથે આ પ્રણામી મંદિર હવે કેમ પોલીસે પણ જે પ્રકારે તપાસ કરવી જોઈએ તે પ્રકારે તપાસ કરી નથી. આજના તેર દિવસ થવા છતાં કોઈ મહત્વની કડી મળેલ નથી તો હવે અમારે શું કરવું કાંતો અમારે આ મંદિર છોડીને નાના બાળકોને સાથે લઈ એ જ કરવાની ફરજ પડે તેવું દેખાઈ રહ્યું છે. આ સમયે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કાર્તિકભાઈ પારેખ, કિશોરભાઈ રાઠોડ, નયનભાઈ કુહાડીયા, ભરતભાઇ બગડા, રાજુભાઈ એરડા, લલીતભાઈ વોરા, દિલીપભાઈ હોતવાણી, ભુપતભાઈ કોયાણી, વિગેરે આગેવાનો દ્વારા રાજયના મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે જો પોલીસ આ બાબતે હિંદુ મંદિરોની રક્ષા નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જરૂર પડ્યે ધોરાજી બંધનું એલાન આપવામાં આવશે.

(3:58 pm IST)