Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમરેલી એસ.પી.ને પુરાવાઓ રજૂ કરતા નરેન્દ્રબાપુ

સાવરકુંડલામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની બેઠક અંગે ફરીયાદ ખોટી હોવાનું જણાવતા આપાગીગાના ઓટલાના મહંતઃ હથિયારો કે ખુરશીઓના ઘા કરવાનો બનાવ બનેલ હોય તો ભરત ટાંક પુરાવાઓ રજૂ કરે : અમે સાધુ તરીકે જીવન જીવતા હોય હથિયારો રાખતા ન હોય : સમગ્ર બનાવની વોઈસ ટેપોગ્રાફી આપવા પણ તૈયાર હોવાનું જણાવતા નરેન્દ્રબાપુ

રાજકોટ, તા. ૧૬ : ગત ૧૩મીના શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ પરમાર (પ્રમુખશ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ, સાવરકુંડલા) દ્વારા એક ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં કલમ ૧૪૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭ મુજબનો સંપૂર્ણ પણે ખોટો ગુન્હો નોંધાવવામાં આવેલ છે. સંપૂર્ણપણે અમરેલી એસ.પી. તેમજ સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી તેમજ સમગ્ર સ્ટાફ ઉપર સંપૂર્ણપણે ભરોસો છે. ફરીયાદી કોઈપણ પ્રકારની ફરીયાદ લખાવવા માટે અબાધીત અધિકારો ધરાવે છે. જેના અનુસંધાને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દ્વારા જે કંઈ વિગતો જણાવવામાં આવેલ છે. તે વિગતો એફ.આઈ.આર.માં લખવામાં આવેલ અને આ મામલે અમરેલી એસ.પી.શ્રીને રજૂઆત સાથે પુરાવાઓ હોવાનું પૂ.નરેન્દ્રબાપુએ યાદીમાં જણાવ્યું છે.

અમરેલી શહેર જીલ્લાના એસ.પી. શ્રી નિષ્પક્ષ અને નીડર છે તેઓની શ્રેષ્ઠ કામગીરીથી અમરેલી શહેર જીલ્લામાં ક્રાઈમ રેટનું પ્રમાણ નીચુ આવ્યું હોવાનું તેઓએ જણાવેલ.

આ એફઆઈઆર બાબતની અમુક સ્પષ્ટતાઓ પુરાવા સહિત રજૂ કરાયા છે. જેમાં પુરાવાઓમાં એક સીડી દ્વારા જેમાં ઓડીયો તેમજ વિડીયો કલીપ દ્વારા સત્યને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે જે ઓડીયો કલીપમાં જણાવવામાં આવેલ સાક્ષીઓ સાથે હથિયાર તેમજ છરી બાબતની સ્પષ્ટતાઓ પૂછવામાં આવતા તેવા આગેવાનો દ્વારા ઓડીયો કલીપમાં જણાવવામાં આવેલ છે કે આવો કોઈ બનાવ આ મીટીંગની અંદર બનેલ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે ફરીયાદ સંપૂર્ણપણે ખોટી રીતે ઉપજાવી કાઢવામાં આવેલ છે. તેમજ વિડીયો કલીપમાં બોલતા દરેક આગેવાનો જેમ કે શ્રિ ધીરૂભાઈ ગોહિલ, શ્રી અરવિંદભાઈ રાઠોડ, શ્રી દિલીપભાઈ કાચા, શ્રી જયસુખભાઈ સાપરા, શ્રી ઠાકરશીભાઈ ટાંક વગેરે લોકો સાથે જે ટેલીફોનિક ચર્ચાઓ કરવામાં આવેલ છે. તેના જરૂર જણાયે વોઈસ ટેપોગ્રાફી કરવામાં આવે. જે આ કલીપથી નક્કી થઈ શકશે. વોઈસ ટેપોગ્રાફી આપવા માટે પણ તૈયાર હોવાનું પૂ.નરેન્દ્રબાપુએ જણાવ્યુ હતું.

ઉપરોકત એફ.આઈ.આરમાં પ્રથમ શરૂઆતમાં જ જણાવવામાં આવેલ છે કે ઓલ ઈન્ડિયા ક્ષત્રિય કડીયા સમાજની સાવરકુંડલા મુકામે મીટીંગ રાખવામાં આવેલ હતી અને તેમાં સમગ્ર ઓલ ઈન્ડિયા સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનશ્રીઓ, કારોબારીના સભ્યો તેમજ સમાજને આમંત્રણ આપવામાં આવેલ છે. તેવું જણાવવામાં આવેલ હતું. જેના અનુસંધાને રાજકોટના શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ તરીકેની છેલ્લા આશરે ૨૨ વર્ષથી પ્રમુખની જવાબદારીઓ નિભાવી રહ્યા છીઅ.ે મીડીયાને પણ બેઠકમાં સાથે લઈ ગયાનું જણાવ્યું છે. જેનો સીધો અર્થ એ છે કે અમો કોઈપણ પ્રકારના તરતોફાનો ન થાય તે માટે દરેક લોકોને સાથે લઈને ગયા હતા. મીટીંગની અંદર પ્રવેશ કર્યો ત્યારથી લઈને અને બહાર આવ્યા ત્યાં સુધીની સંપૂર્ણ વિડીયોગ્રાફી આપવામાં આવી. જેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમારા દ્વારા કોઈપણ પ્રકારના હથિયારો અથવા તો ખુરશીઓ ઉલાડવી કે કોઈપણ પ્રકારનું તોફાન કરવું તેવું આ સીડીની અંદર કયાંય પણ આવતુ નથી. ફકત અને ફકત અમોને સામાજીક રીતે બદનામ કરવા માટે થઈને અને શ્રી ગોવિંદભાઈ પરમાર કે જેઓ સાવરકુંડલા સમાજના પ્રમુખ છે તેઓને પણ બદનામ કરવા માટે થઈ અને શ્રી ભરતભાઈ ટાંક દ્વારા આ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ હોય તેવું અમોને સ્પષ્ટ જણાય છે.

નરેન્દ્રબાપુ યાદીમાં વધુમાં જણાવે છે કે જો કોઈપણ વ્યકિતને કોઈપણ પ્રકારનું હથિયાર દેખાડવામાં આવેલ હોય અમારા દ્વારા કોઈપણ પ્રકારની ખુરશીઓ ઉલાડવામાં આવેલ હોય તેની આધાર પુરાવા સાથેની સીડી ફરીયાદી તેમજ શ્રી ભરતભાઈ ટાંક દ્વારા રજૂ કરવી જોઈએ. કારણ કે તેઓના દ્વારા પણ સમગ્ર કાર્યક્રમની વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે. આ વિડીયોગ્રાફીમાં કોઈપણ પ્રકારના છેડા કરવામાં ન આવે તે માટે આ વિડીયો ઉતારનાર વ્યકિત પાસેથી તેઓનો વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી આ ગુન્હાના કામે જપ્ત કરી અને આખી વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કાઢવાની આવશ્યકતા છે. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેઓના દ્વારા ફરીયાદમાં જણાવવામાં આવેલ છે કે ૫૦% જેટલા આમંત્રિત પ્રમુખશ્રીઓ તેમજ આગેવાનો આવી ગયેલ હતા. તો જયારે આ કાર્યક્રમની દિપપ્રાગટ્ય વિધિ થઈ ત્યારે આ ગ્રાઉન્ડની અંદર સમાજના કેટલા આગેવાનો હાજર હતા. સ્ટેજ ઉપર કેટલા પ્રમુખશ્રીઓ હાજર હતા. તેની પણ વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી પોલીસ પાસે રજૂ કરવી જોઈએ. અમારા સમાજમાં આશરે ઓલ ઈન્ડિયામાં ૨૦૦થી ૩૦૦ જેટલા પ્રમુખશ્રીઓ છે. તેવું ભરતભાઈ ટાંક દ્વારા જણાવવામાં આવેલ હતું. તો તેમાંથી કેટલા પ્રમુખશ્રીઓ હાજર હતા. તેઓના નામ તેમજ મોબાઈલ નંબર સાથેનું લીસ્ટ મુકવુ ખૂબ જ આવશ્યક છે. આ સીડીની અંદર સ્પષ્ટપણે જણાય આવે છે કે અમોને પણ રાજકોટ સમસ્તના પ્રમુખ હોવા છતાં પણ ગેઈટ ઉપર રોકવામાં આવેલ હતા જયારે ઓલ ઈન્ડિયાની મીટીંગ બોલાવવામાં આવતી હોય ત્યારે સંપૂર્ણપણે દરવાજાઓ ખુલ્લા રાખી અને સમગ્ર સમાજને અંદર આવવા દેવો જોઈએ તેવી અમારી માંગણી હતી. જે માંગણીઓ તેમના શ્રી ભરતભાઈ ટાંક દ્વારા ગ્રાહ્ય રાખવામાં ન આવેલ હતી તેની રજૂઆતો અમે શ્રી ભરતભાઈ ટાંકને કરતા હતા. તેની વિડીયોગ્રાફી આ સાથે સામેલ છે અને ફકતને ફકત આશરે જે કંઈ ૧૦ થી ૧૫% સમાજના આગેવાનો તેઓની સાથે હતા તેઓને જ અંદર એન્ટ્રી આપવામાં આવેલ હતી. જે જરા પણ યોગ્ય નથી. ત્યારબાદ એફઆરઆઈમાં જણાવવામાં આવેલ છે કે ભુપતભાઈ યાદવ અને અમુભાઈ મોરીને બચાવવા આવતા તેઓને પણ ઢીક્કા પાટુનો માર મારતા હતા. તો આના પણ વિડીયો ફૂટેજ તપાસ કરનાર પોલીસ અમલદારશ્રીને આપવા જોઈએ. જેથી સત્ય બહાર આવી શકે. ત્યારબાદ એફ.આઈ.આર.ની અંદર જણાવવામાં આવેલ છે કે આ અરસામાં બ્લુ શર્ટ વાળા ભાઈએ છરી કાઢી તું આ શું કરી રહ્યો છો તું આઘો જા નહિતર તને મારી નાખવો પડશે તે દરમ્યાન તેની બાજુમાં એક વ્યકિત ઉભેલો તેની કમરમાં રીવોલ્વર હતી તેના પર હાથ મુકીને મને ધમકી આપેલ કે આ રીવોલ્વર જોઈ છે ને અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેની પણ વિડોયોગ્રાફી અને ફોટોગ્રાફી પુરાવા તરીકે આપવી જોઈએ. આવું કોઈપણ કાર્ય તેઓના દ્વારા કરવામાં આવેલ હોય તે અમારા ધ્યાનમાં આવેલ નથી. ફકતને ફકત અમો સમાજમાં બદનામ થઈએ તે માટે થઈ શ્રી ભરતભાઈ ટાંક દ્વારા આ શ્રી ગોવિંદભાઈ પરમારને ઉપસાવી સવારના ૯:૪૫ના સમયના બનાવને સાંજે ૭ કલાકે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. ખુબ જ શંકા ઉપજાવતી બાબત છે. અમો શ્રી આપાગીગા ઓટલા, ચોટીલાના કે જયાં ૨૪ કલાકનું સંપૂર્ણ પણે વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચાલુ છે દરેક સમાજના લોકો માટે રહેવા તથા જમાવાની સંપૂર્ણ વિનામૂલ્યે વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે તેના મહંત શ્રી તરીકેની જવાબદારીઓ પણ અમો સંભાળીએ છીએ. અમો સાધુ તરીકેનું જીવન જીવતા હોય ધોતીયું અથવા તો ચોરણી પેરીએ છીએ. જેમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનું હથીયાર રાખી શકીએ તેવી કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ હોતી જ નથી. તો એફ.આઈ.આર.ની શરૂઆતમાં જણાવવામાં આવેલ છે કે છરી છતા કમરમાં રાખેલ રીવોલ્વર વતી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. તે ખરેખર ખુબ જ ખોટું જણાવવામાં આવેલ છે. ખોટી ફરીયાદ કરવી અથવા કોઈપણની પાસે ખોટી ફરીયાદો કરાવી તે એક ગેરકાનુની કૃત્ય છે. તેમજ સરકારી તંત્રનો તેમજ પોલીસનો ગેર ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ હોય તેવું લાગી રહ્યું છે.

આ સીડી દ્વારા જે વ્યકિતઓ ખુરશીઓ ઉઠાવી અને ફેંકી રહ્યા છે. તેઓના દ્રશ્યો સ્પષ્ટ પણે દેખાય રહ્યા છે. આ બોલાવવામાં આવેલ મીટીંગમાં પોલીસ ખાતાની અથવા તો જે તે  ખાતાની પરવાનગીઓ લેવામાં આવેલ હતી કે કેમ તે પણ જાણવું ખુબ જ આવશ્યક છે.

પૂ.નરેન્દ્રબાપુ  વધુમાં જણાવે છે કે ગુજરાત સરકારની અંદર ઓબીસી નિગમના ચેરમેનશ્રી તરીકેની પણ જવાબદારીઓ નિભાવી રહ્યોં છે. ત્યારે શ્રી ભરતભાઈ ટાંક દ્વારા સમગ્ર સમાજની અંદર અમો બદનામ થાય સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પણ બદનામ કરવાનું આ ષડયંત્ર છે. તેમજ સમાજની વિભાજન પ્રવૃતિઓ કરવા માટે શ્રી ભરતભાઈ ટાંક દ્વારા આવા અનેક પ્રકારના આયોજનો કરવામાં આવે છે. તેમજ તેમના પ્લાનીંગો બનાવવામાં આવે છે તેઓ દ્વારા શ્રી ગોવિંદભાઈ પરમાર સાવરકુંડલા સમાજના પ્રમુખશ્રીનો ભોળપણનો લાભ લઈને તેઓની પાસે ફરીયાદ કરાવવામાં આવેલ છે. જો શ્રી ભરતભાઈ ટાંક સાચા હોય તો તેઓએ પોતે જ ફરીયાદ કરવી જોઈએ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા.૨૩/૧૨/૨૦૧૯ના રોજ યોજવામાં આવેલ ભગીરથ સંમેલનમાં ફકત અને ફકત કડીયા જ્ઞાતિ સમાજ માટે આવેલ હતા. અને તેઓશ્રી દ્વારા જણવવામાં આવેલ હતું કે હું કડિયા સમાજનો સાથે જ છું તેનો ગેરલાભ લઈ અને શ્રી ભરતભાઈ ટાંક એવું  દેખાડવા માંગે છે સરકારશ્રી તેમજ વ્યકિતગત શ્રી ભરતભાઈ ટાંક સાથે છે. મુખ્યમંત્રીશ્રીની સાથે ફોટાઓ પડાવી અને સમાજ તેમજ સરકારશ્રીના અધિકારીશ્રીઓ ઉપર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ફકતને ફકત પોતાની સાથે છે તેવું વોટ્સઅપ વિડીયો દ્વારા, આ ષડયંત્રની પાછળ તેઓના કોણ-કોણ વ્યકિતઓ છે. તેની પણ તપાસ થવી પણ જરૂરી છે. ભરતભાઇ ટાંક દ્વારા ગોરધનભાઇ ચોટલીયા કે જેઓ અમદાવાદ રહે છે તેમજ જગદીશભાઇ પોરીયા તેમજ દિનેશભાઇ પોરીયાની કે તેઓ પણ અમદાવાદ રહે છે. આ લોકો પાસે તોઅની ઉપસાવી અને એક ઓડીયો કલીપ બનાવી અને સમાજમાં મુકવામાં આવેલ હતી. જેમાં જણાવવામાં આવેલ હતું કે આ નંદુ એટલે કે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીનો સમાજમાંથી રાજકારણમાંથી તેમજ સતાધાર જગ્યામાંથી કાંટો કાઢી નાખવાની વાત ભરતભાઇ ટાંક દ્વારા જણાવવામાં આવેલ છે. તેવું પણ આ ઓડીયો કલીપમાં સાંભળવામાં આવે છે તો ઉપરોકત સમગ્ર વિષયોને ધ્યાનમં રાખી અને અમોને જે બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવેલ છે. તે ખુલ્લુ પડે તે અમારા સમાજના હિતમાં ખૂબ આવશ્યકત છે. અમને પોલીસ તંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે અને પૂરો સહકાર આપવા માટે તૈયાર હોવાનું પૂ. નરેન્દ્રબાપુ (મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮) એ યાદીના અંતમાં જણાવ્યું હતું.(૩૭.૧૮)

(3:57 pm IST)