Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

જામનગર : ચાર્ટડ એકાઉન્ટન્ટ શશાંક જૈન સહિત ત્રણ વ્યકિત સામે કરોડોનું કૌભાંડની ફરિયાદ

ખોટી સહી કરીને ૬.૩૬ કરોડના વ્યવહાર કર્યા : IT વિભાગે.૩.૨૨ કરોડની નોટીસ ફટકારતા ખુલાસો થયો

જામનગરના કાલાવડ તાલુકા મથકે રહેતા અને હાલ રાજકિતમાં નોકરી કરતા યુવાને જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત ત્રણ શખ્સો સામે પોતાની જાણ બહાર પોતાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ સુધી કરવામાં આવેલ આર્થિક વ્યવહારો સબબ આઇટી વિભાગ તરફથી યુવાનને રૂપિયા 3.22 લાખ રૂપિયા ટેક્સ ચૂકવી જવાની નોટિસ મળતા આ પ્રકરણ ઉજાગર થયું છે.

જામનગરમાં પીએન માર્ગ પર આવેલી પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ ધરાવતા સીએ શશાંક દોશી અને વિજય ગલૈયા, કાલાવડના એકાઉન્ટન્ટ વિમલ ભટ્ટ નામના શખ્સોએ મળી મૂળ કલાવડના અને હાલ રાજકોટ રહેતા જીજ્ઞેશભાઇ નારોલા સામે સિટીએ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

 

રાજકોટમાં નોકરી કરતા જીગ્નેશ નારોલાએ પોતાનું પાનકાર્ડ નંબરનું આરોપી વિમલ ભટ્ટને આયકર વિભાગમા પરત જમા કરવા આપ્યું હતું, જે પાનકાર્ડ આરોપીઓએ પરત જમા કરવાને બદલે તે જ પાનકાર્ડ નંબરથી ધી વર્ધમાન કો ઓપરેટીવ બેન્ક ચાંદી બજાર જામનગર ખાતે જીજ્ઞેશભાઈની ખોટી સહીઓ કરી, બે બેન્ક એકાઉન્ટ ખોલા વ્યા હતા.

જે એકાઉન્ટમાં આરોપી વિજય ગલૈયા જામીન પડ્યા હતા. ત્યારબાદ યુવાનના નામે સ્ટેમ્પ ઉપર ખોટું એગ્રીમેન્ટ બનાવી, ખોટી સહીઓ કરી, બેન્ક એકાઉન્ટની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા આ ખાતામાં રૂપીયા રૂ.૬,૩૪,૦૪,૧૫૪ નું ટ્રાન્જેકશન કર્યું હતું. એક વર્ષ સુધી આ એકાઉન્ટમાં કરવામાં આવેલા આર્થિક વ્યવહાર અંગે જીજ્ઞેશભાઈને ઇન્કમટેકસ વિભાગ તરફથી રૂ.૩,૨૨,૮૪,૦૩૩/-નો ટેકસ ભરવાની નોટિસ ઇશ્યૂ કરવામાં આવી ત્યારે આ પ્રકરણ બહાર આવ્યું હતું. આરોપીઓએ નાણાકિય લાભ મેળવવા, ખોટી સહીઓ કરી, ખરા તરીકે બેન્કમાં રજુ કરી એક બીજાને મદદગારી કર્યાનું ફલિત થઈ જતા ગત રાત્રે નારોલાએ ત્રણેય શખ્સો સામે સિટીએ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ તા. ૧૫/૦૧/૨૦૧૧ થી ૧૫/૧૧/૨૦૧૪ ના સમય ગાળા દરમ્યાન આ કૌભાંડ આચર્યું હોવાનું જાહેર થયું છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ કૌભાંડ આચરી સીએ શશાંક દોશી મુંબઇ શિફ્ટ થઈ ગયો છે અને ત્યાં પ્રેક્ટિસ કરે છે. જ્યારે આરોપી વિમલ ભટ્ટ કાલાવડમાં રહી એકાઉન્ટન્ટ કામ કરે છે.

(2:51 pm IST)