Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

બગોદરા હાઇવે ઉપર વાડીમાં ભરવાડ શખ્સ પાસેથી લુંટ કરીને હત્યા

લુંટારૂ ટોળકી ત્રાટકીને પહેરેલા ચાંદીના દાગીના તથા રોકડ લૂંટી લીધાઃ વાડીની ઓરડીમાં ભરવાડ શખ્સ એકલા રહેતા હતા

 વઢવાણ તા.૧૬: બગોદરા-ધંધુકા રોડ ઉપર આવેલ વાડીમાં રહેતા ભરવાડ શખ્સને લુંટારા દ્વારા લૂંટ ચલાવી હત્યા કરી નાંખી હતી ઘટનાસ્થળે પોલીસ દોડી જઇને તપાસ શરૂ કરી છે.

વાડીમાં વાવેતર કરેલ હોય અને ખેતર (વાડીમાં) રહેતા ભરવાડ લક્ષ્મણભાઇ મેવાડા રાત્રીના તેમના ખેતરની રૂમ ઓરડીમાં સુતા હતાં.

મોડી રાત્રીના સમયે હાઇવે ઉપર લુંટારૂ ટોળકીના સાગ્રીતો આ ખેતર વાડીમાં ઘુસી આવ્યા અને આ ભરવાડ શખ્સે પહેરેલા ચાંદીના દાગીના અને સામાન્ય રકમ તેની પાસે હોય તે એની લૂંટ ચલાવવામાં આવેલ છે. ભરવાડ શખ્સની હત્યા કરવામાં આવેલ છે.

પોલીસ કાફલા સાથે હાલમાં ઘટનાસ્થળ ઉપર પહોંચી છે જયારે લક્ષ્મણભાઇ મેવાડાના પરિવારજનો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા છે હાલ લુંટ હત્યા અંગેની તપાસ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.(૧.૧૧)

(2:38 pm IST)