Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

થાનમાં જુના મનદુઃખને લીધે મનસુખને કાળુએ ધોકાવ્યો

રાજકોટ તા. ૧૬: થાનના નવાવાસમાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મનસુખ લખાભાઇ ગોગીયા (ચારણ) (ઉ.૨૬)ને તેના ઘર પાસે સાંજે સાતેક વાગ્યે કાળુ નાથાભાઇ ચારણે ધોકાથી માર મારી છરીથી પણ ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મનસુખને છએક માહિના પહેલા કાળુ સાથે બોલાચાલી થઇ હતી ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ ગત સાંજે મનસુખ એકલો ચાલીને જતો હતો ત્યારે તક જોઇ કાળુ તૂટી પડ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.

(1:04 pm IST)