Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

લોધીકાના વડવાજડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા

દિપક ઉર્ફે પલીયો, ન્હાન ભીલ, ભાયો ભીલ, રામપ્રસાદ ખેરવાર, ગોલુ અહીરવાલ, હરીલાલ મહંતો, અને મહેન્દ્ર બંસલની ધરપકડ

શાપર વેરાવળ તા. ૧૬ : લોધીકા તાલુકાના વડવાજડીમાં પ્રાથમિક શાળાની પાછળ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતાં.મળતી વિગત મુજબ રૂરલ એસ. પી. બલરામ મીનાની સુચનાથી ગોંડલના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. ભરવાડના માર્ગદર્શન હેઠળ લોધીકા પોલીસ મથકના પીએસઆઇ જે. યુ. ગોહીલ, તથા એએસઆઇ હરદીપસિંહ જાડેજા, સુરભીબેન કેશવાલા, ઉપેન્દ્રસિંહ અને લખધીરસિંહ જાડેજા, સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે બાતમીના આધારે વડવાજડી જૂના ગામ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા વડવાજડીનો દિપક ઉર્ફે પલીયો બાવજીભાઇ મકવાણા (ઉ.ર૭), ન્હાન ઉખડુભાઇ ભીલ (ઉ.રપ) (રહે. વડવાજડી મુળ રોહાણે -મહારાષ્ટ્ર), ભયો જામસીંગ ભીલ (ઉ.૩ર) (રહે. વડવાજડી મુળ ડોડૈઇચા-મહારાષ્ટ્ર), રામપ્રસાદ ગણેશકુમાર ખેરવાર (ઉ.ર૭) (રહે. વડવાજડી મુળ ગાળા-મધ્ય પ્રદેશ), ગોલુ નંદનીયા અહીરવાલ (ઉ.ર૦), (રહે. વડવાજડી મુળ જારા-મધ્ય પ્રદેશ), હરીલાલ કિસનાથ મહંતો (ઉ.૩૦ (રહે. વડવાજડી મુળ સરૌત મધ્ય પ્રદેશ), અને મહેન્દ્ર અઠઇયાભાઇ બંસલ (ઉ.ર૮) (રહે. વડવાજડી મુળ બરહીયા-મધ્ય પ્રદેશ)ને  પકડી લઇ રૂ. ૩૦ર૦૦ ની રોકડ સહિત રૂ. ૩૩ર૦૦ ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (પ-૧૯)

(1:03 pm IST)