Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વિંછીયા રોડ ઉપર થયેલા અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ કેસમાં ટ્રક ડ્રાઇવરનો છૂટકારો

જસદણ તા. ૧૬ :.. વિંછીયા રોડ ઉપર બે યુવકોના મૃત્યુ થયેલ અકસ્માતના કેસમાં ટ્રક ડ્રાઇવરનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ બનાવની ફરીયાદ તા. ૮-૮-૧૪ ના રોજ લીલાપુરના વલ્લભભાઇ પરસોતમભાઇ રામાણીએ જસદણ પોલીસમાં નોંધાવેલ હતી. ફરીયાદ મુજબ ભરત તથ રોહિત બન્ને ભાઇઓ મોટર સાયકલ ઉપર એસી લીલાપુરથી જસદણ જતા હતા તે સમયે જલારામ કોટેક્ષ નજીક પહોંચતા એક ટ્રક જસદણ તરફથી આવતી હતી તેણે અચાનક જલારામ કોટેક્ષમાં જવા માટે અચાનક ગાડી વાળેલ અને સામેથી અવતા ભરતના મોટર સાયકલને હડફેટે લેતા રોહિત તથા ભરત બન્ને જણા પડી ગયેલ અને ભરતની ઉપર ટ્રકનું ટાયર ફરી જતા સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ અને રોહિતને મોઢામાંથી તથા માથામાંથી લોહી ચાલુ હોય તેને દવાખાને લઇ ગયેલ છીએ અને સારવાર દરમ્યાન તેનું પણ મૃત્યુ થયેલ છે. આ રીતે  બનાવ વાળા સ્થળે પડેલ ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફીકરાઇ અને ગફલત ભરી રીતે ચલાવી બેકાળજીથી વળાંક લેતા સામેથી મોટર સાયકલ લઇને આવતા મારા કુટુંબીભાઇ ભરત તથા રોહિતને હડફેટે લઇ મોત નિપજાવેલ છે.

આ રીતની ફરીયાદ જસદણ પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ.

આ કામમાં ફરીયાદ પક્ષે કુલ રર સાક્ષીઓની જૂબાની વલ્લભ રામાણી, તથા પી. એસ. આઇ. સહિતના સાક્ષીઓની જૂબાની થયેલ તથા દસ્તાવેજી પુરાવો રજૂ કરવા આવેલ. આ તમામ બાબતોનો ખ્યાલ કરી તથા કાદરઅલીના બચાવમાં જે જે બચાવો  બચાવ પક્ષે લીધેલ તે તથા ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ રજૂ કરવામં આવેલ. આ બધુ ધ્યાને લઇ આરોપી કાદરઅલીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ હતો.

બચાવ પક્ષે જસદણના ધારાશાસ્ત્રી વિનેશભાઇ વાળાણી અને સંજયભાઇ રામાનુજ રોકાયેલ હતાં.

(1:02 pm IST)