Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઓખા : હાઇસ્કુલમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

સંપૂર્ણ વેદાંતી વ્યકતીત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૮૬૩ માં કલકતામાં ૧ર મી જાન્યુઆરીના રોજ થયો હતો. આજે તેમનો ૧પ૭ મો જન્મદિન નિમિતે ઓખા નગરપાલીકા હાઇસ્કુલ ખાતે ભાજપ શહેર તથા શીક્ષક ગણો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવીહતી. જેમાં યુવા ભાજપના મહામંત્રી વિપુલભાઇ ત્રિવેદી, શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઇ પાંજરી, યુવા મોરચા મહામંત્રી વિશાલ પીઠીયા, ઓખા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહી સ્વામીના મુમેટો ફુલોના હાર પહેરાવી તમામ વિદ્યાર્થીઓએ ફુલોની શ્રધ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે સ્વામીના જીવન ચરીત્ર વિશે શિક્ષીકા પ્રીતીબેન ચાવડા અને પૂજાબેન દવેએ સ્પીચ આપી હતી. અને વિશેષમાં વિદ્યાર્થીઓએ બાળ ભાસ્કરની પૂર્તિમાંથી સ્વામી વિવેકાનંદજીની માહિતી એકઠી કરી નિબંધ લખ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ભરત બારાઇ ઓખા)

(12:54 pm IST)