Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

જામજોધપુર ગઢવી સમાજ દ્વારા સોનલબીજની ઉજવણી થઇ

જામજોધપુર : સમસ્ત ગઢવી સમાજ દ્વારા સોનલધામ મુકામે સોનલબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા મહાપ્રસાદ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ રાત્રીના ૯-૩૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં પ્રસિધ્ધ કલાકાર જગમાલ બારોટ, હકાભાઇ ગઢવી, અનવર મીર તેમજ દિલીપદાન ગઢવી સહિતના કલાકારોએ પોતાની કલા પીરસી હતી. આ લોકડાયરાની રંગત માણવા પૂર્વમંત્રી સાપરિયા, ધારાસભ્ય ચિરાગભાઇ જીલ્લા આયોજનના સદસ્ય નાથાભાઇ ગાગલીયા, ન.પા.ના ચેરમેન ગીરીશભાઇ ખાંટ, સતપુરણધામ આશ્રમ ઘુનડાના જેન્તીબાપા સમસ્ત ગઢવી સમાજના પ્રમુખ વિરમભાઇ ગઢવી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 pm IST)