Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મહીકામાં પરમાણુ ઉર્જા અંગે સેમીનાર

પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે મહીકા ગામના સરપંચ બાબુભાઇ સાથે ગામના વ્યકિતઓ સાથે દેશની પાણીની સમસ્યા, વિજળીની સમસ્યા ઉત્કૃષ્ટ કૃષિની રાષ્ટ્રીય યોજનાઓના સંદર્ભમાં એક સેમીનારનું આયોજન કર્યુ હતું. આ તકે પરમાણુ સહેલીએ કહ્યું કે સંબંધિત સરકાર અને તેના વિભાગ તથા કંપનીઓ એવું ચાહે છે કે યોજનાઓને આગળ લઇ આવવી અને લોકો પણ એવુ જ વિચારે છે કે તેને રોજગાર પાણી, વિજળી મળે છે. છતા આ યોજનાઓ લટકી રહી છે. તેનું મુખ્ય કારણ લોકોની અજ્ઞાનતા છે. એક બહુપાર્ટી જેવા લોકતાંત્રીક પ્રજાતાંત્રીક શાસનમાં જનતા વગર કોઇ યોજનાઓ સફળ નથી થતી, જનતા પોતાનીજ યોજનાઓને મારવાના પ્રયાસ કરતી હોય છે અને વિરોધ કરવા લાગતા હોય છ.ે પરંતુ ખરેખર તો લોકોએ પોતે સકારાત્મક વાતાવરણ બનાવીને યોજનાઓને અપનાવવી જોઇએ. તેમ પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલે જણાવ્યું હતું ગ્રામ સરપંચે પરમાણુ સહેલીના મશીનનો મેસેજ લોકો સુધી પહોંચાડવા ખાત્રી ઉચ્ચારી હતી.

(12:51 pm IST)