Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ધોરાજીમાં બેંક-વિમા કર્મચારી મંડળ દ્વારા સેવાકાર્ય

ધોરાજીઃ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી બેંક અને વીમા કર્મચારી મંડળ દ્વારા પ્રતિવર્ષ માફક મકરસક્રાંતિના પૂર્વ દિને ધોરાજીના ફરેની રોડ સહિત પછાત વિસ્તારોમાં ગરીબ બાળકોને લાણ, સુકો પોષ્ટિક નાસ્તો અને પતંગો વિતરણ કરાઇ હતી. આ તકે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ ગામોટ, સુનિલભાઇ નિમાવત, અગ્રણી બિલ્ડર મનોજભાઇ રાઠોડ, દિલીપભાઇ કાટબામના, હરેશભાઇ ત્રિવેદી, કુલીનભાઇ પંડયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર અહેવાલ-કિશોર રાઠોડ ધોરાજી)

 

(12:48 pm IST)