Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

જામનગરમાં વ્યાજની રકમની લેતીદેતીમાં યુવાનની હત્યા

એસટી રોડ ઉપર કુરીયર સર્વિસની ઓફિસમાં માથાકુટ બાદ છરી વડે જીવલેણ હુમલોઃ આરોપી નાસી ગયો

 જામનગર તા. ૧૬ : એસ.ટી. રોડ ઉપર કુરીયર સર્વિસમાં ગઇકાલે મોડી રાત્રીના વ્યાજની રકમની લેતી-દેતીમાં માથાકુટ બાદ છરીના જીવલેણ ઘા મારીને દિનેશ ઉર્ફે ડેનીશ બાબુભાઇ બાવરિયા (ઉ.૪૦)ની હત્યા કરી નાખતા ચકચાર જાગી છે.

અહીં નવાગામ ઘેડમાં આવેલ ટી.બી.હોસ્પિટલ પાસે નાલંદા ટેર્નામેન્ટ બ્લોક નં. પ માં રહેતા બાબુભાઈ મોહનભાઈ બાવરીયા ઉ.વ. ૭૩ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, એસ.ટી. રોડ પર આવેલ રાજાવીર કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાન નંબર ૮ માં ઓરેન્જ ઈન્ટરનેશનલ કાર્ગો એન્ડ કુરીયર સર્વીસ નામથી ઓફીસમાં ગત રાત્રીના ૯–૩૦ કલાકના સુમારે આ કામેના આરોપી હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા રહે. હિમંતનગર રોડ નં. ર શેરી નં. પ વાળાએ ફરીયાદીના પુત્ર દિનેશ ઉર્ફે ડેનીશ બાબુભાઈ બાવરીયા જાતે બાવાજી ઉ.વ. ૪૦ ની ઓફીસે આવી બોલાચાલી કરી ડાબા હાથના બાવળામાં તથા પેટના ભગો છરીના જીવલેણ ઘા મારી મોત નિપજાવી સાહેદ મનિષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુન્હો કરેલ છે.

વ્યાજની રકમની લેતીદેતી બાબતની ઉઘરાણી કરવા આરોપી આવેલ હોય અને તેમની મનચ્છા ડેનીશને ડરાવવાની હોય પણ બોલાચાલીમાં છરી હુલાવી દેતા બાદમાં ગંભીરતા જોઈએ આરોપીએ જ ૧૦૮ નંબરની એમ્બ્યુલસને ફોન કરી બોલાવી હતી પરંતુ બદનશીબે થોડી જ ક્ષણમાં ડેનીશનું મૃત્યુ નિપજી ગયું હતું.

એસ.ટી. રોડ કે જયાં સતત ટ્રાફીકથી ધબધબતું હોય ત્યાં આવી ઘટના બની જતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ એસ.પી.શ્રી, એલ.સી.બી. એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્ળથે દોડી ગયો હતો.

છરી વડે હુમલો

અહીં વામ્બે આવાસમાં રહેતા વિપુલભાઈ દલુભાઈ ધારાણી ઉ.વ. ર૪ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત રાત્રીના ૧૦ વાગ્યે વામ્બે આવાસ રોડ પર આરોપી શેરસિંહ, સુર્યો બાવરી અને એક અજાણ્યા ઈસમે ફરીયાદીના મોટાભાઈ બાલાના ઝઘડાનો ખાર રાખી શેરસિંહએ સાથળમાં છરીના ઘા મારી તથા રીક્ષામાં પાઈપ વડે મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.(૨૧.૧૨)

(12:20 pm IST)