Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પતંગના દોરાએ ૪ વર્ષના બાળકનો ભોગ લીધો

મહુવાનો બનાવ : પતંગના દોરાથી બે બાળકનો ભોગ લેવાયો

ભાવનગર, તા. ૧૬ : ભાવનગર જીલ્લાના મહુવામાં પતંગની દોરીએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. ચાર વર્ષના વિપ્ર બાળકનું પતંગની દોરીથી મોત નિપજયું છે.

મકર સંક્રાંતિ પર્વે એ મહુવામાં બેનો ભોગ લીધો છે. પાંચ વર્ષની બાળાનું પતંગની દોરી વાગવાથી મોત નિપજયાના બનાવ બાદ પતંગની દોરી વાગવાથી ઇજા પામેલ. મહુવાના ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પુરવ રોહિતભાઇ ભટ્ટ ઉ.વ.૪નું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આમ મહુવામાં પતંગની દોરીએ કુલ બે બાળકોનો ભોગ લીધો છે.

(10:13 am IST)