Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મોરબી : નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં યોજાયો રમતોત્સવ

 મોરબી : નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા તાજેતરમાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઙ્ગરમત-ગમતએ જીવન સાથે જોડાયેલી પાયાની જરૂરિયાત છે. આજે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે રમત-ગમતઙ્ગ જરૂરી છે તેવા ઉમદા હેતુથી વિવિધ પ્રકારની સમુહ રમતો વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેચ તેમજ વ્યકિતગતઙ્ગ વિવિધ દોડ, કૂદ, ફેક જેવી એથ્લેટીકસ પ્રવૃત્ત્િ। તેમજ વિવિધ રીલેરમતો જેવીઙ્ગ ૧૫થી વધુ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ ખેલદિલીથી અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનુ કૌવત બતાવ્યું હતુ. આ તકેઙ્ગકોલેજની વિધ્યાર્થીનીઓ દ્વારા રીગ ફાયર તેમજ ધણા બધા પિરામીડ કરવામાં આવ્યાં હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ તેમજ કોલેજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાજીયા દ્વારા મશાલ રેલીમાં મશાલ પ્રગટાવી ને રમતોત્સવને ખૂલ્લો મૂકવામાં આવ્યો અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી તે તસ્વીર.(૨૧.૪)

(10:12 am IST)