Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગોંડલના સેન્ટ્રલ સિનેમા ચોક પાસેના શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી અજાણ્યા પુરુષની હત્યા કરાયેલ લાશ મળતા ચકચાર

ઈટ જેવા બોથડ પદાર્થો મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા :પોલીસ કાફલો પહોંચ્યો

ગોંડલના સેન્ટ્રલ સિનેમા ટોકીઝ ચોક પાસે આવેલ મહાવીર શોપીંગ સેન્ટરના ત્રીજા માળેથી અજાણ્યા પુરુષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે

મૃતકને ઈંટ જેવા બોથડ પદાર્થોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે

  બનાવની જાણ થતા ગોંડલ શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરીને મૃતક અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે .

(12:49 am IST)