Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જામનગરમાં વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ઢગલાબંધ સેવાઓનો ધમધમાટ

નટુભાઇ ત્રિવેદી દ્વારા નેત્રયજ્ઞ,ઉકાળાનુ વિતરણ એકયુપ્રેસર કેમ્પ, કાનુની શિબીર

જામનગર તા.૧૬: ૧૨ વર્ષથી વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી નટુભાઇ ત્રિવેદી દ્વારા તમામ પ્રકારની વિનામૂલ્યે ઢગલાબંધ સેવાઓ કરવામાં આવી છે. દરમિયાન ૪૦૨ દર્દીઓને આંખના મોતીયાના મફતમાં નેત્રમણી બેસાડી ફેકો પધ્ધતીથી પાંચ મીનીટમાં ઓપરેશન કરી નવી દ્રષ્ટિ અપાવેલ છે જેથી રૂ.એસી લાખનો ગરીબોને ફાયદો થયો છે. આવા ૬૨ કેમ્પમાં ૩૭૩૫ દર્દીઓને આંખની વિવિધ પ્રકારની તકલીફની સારવાર કરવામાં આવી છે. ૩૩ દર્દીઓને આંખના પડદાની અતિ મુશ્કેલ અને મોંધી તેમજ ૯ બાળકોને ત્રાસી આંખની સારવાર વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર.દોશી આંખની હોસ્પીટલમાં અપાવી છે.

 

ગુજરાત આયુ.યુનિ. ગુલાબ કુંવરવા આયુર્વેદ ચિકિત્સાલય-રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે નિયુકત થયેલા શ્રી નટુભાઇ ત્રિવેદીએ મે થી ડીસેં.૧૭ સુધીમાં આયુર્વેદના સર્વરોગ નિદાન અને સારવારના કેમ્પો યોજી માસ્ટર ડોકટરોની સેવાઓ દ્વારા સેંકડો દર્દીઓને મફત દવા આપી દર્દ દુર કરેલા છે. દર મહિને એક મેગા કેમ્પ યોજી અનેકોની સેવા આયુર્વેદ દ્વારા કરાયુ છે. ત્રિવેદી ટ્રસ્ટ કોઇના કીધા વગર જાતે સેવા માટે તત્પર હોયછે. ઓગષ્ટ-સપ્ેટમ્બર-૧૭માં સ્વાઇન ફલ્યુએ ભરડો લીધો હતો ત્યારે સ્લમ વિસ્તારોમાં ઠેક ઠેકાણે આયુર્વેદિક ઔષધિય ઉકાળાનું મફતમાં વિતરણ કરવાના ૧૫ કેમ્પ યોજી ૧૨૭૦૦ નાગરિકોને રૂબરૂ અને ૪૫૦૦૦ બોટલ ભરી ઘરે ઘરે ઔષધિ ઉકાળો વિતરણ કરેલ હતો.  તેમજ હાલના નવે.ડીસે.૨૦૧૭ના માસમાં ડેંગ્યુ અને ચિકનગુનીયા રોગ પ્રતિકારક શકિત કેળવવા આયુર્વેદિક ઔષધિય ઉકાળાના ૭ કેમ્પ યોજી ૧૫૦૦૦ નાગરીકોને રૂબરૂ અને ૬૦૦૦૦ લોકોને બોટલમાં ઉકાળો ઘરે ઘર મોકલી છે.

એકયુપ્રેસરના ૨ કેમ્પમાં શ્રી રમેશભાઇ ત્રિવેદી દ્વારા ૭૦ દર્દીઓને તત્કાલ સારવાર આપી સાજા કરેલ છે કાનુની શિબિર યોજી ૩૮૨ લાભાર્થીઓને મફત કાનુની સહાય મેળવવામાં માર્ગદર્શન અને સમજ આપી છે. જે વૃધ્ધાશ્રમો, જિલ્લા જેલ અને અન્ય સંસ્થાઓમાં જઇને લોકોને મફત કાનુની સહાયનું માર્ગદર્શન જજ અને વકીલો દ્વારા અપાવેલ છે.

જિલ્લા જેલમાં કેદી ભાઇ-બહેનો માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. જેમાં આંખની સારવાર અને સ્થળ પર ચશ્માના નંબર કાઢી આપી મફત ચશ્મા વિતરણ, સ્વાઇન ફલ્યુ રોગ વિરોધી ઔષધિય આયુર્વેદિક ઉકાળો પિવડાવવાનો કાર્યક્રમ તેમજ બંધક બહેનોને પગ ભર થવા શિવણ શિક્ષણ મળી રહે તે માટે સીલાઇ મશીન ભેટ આપવાના કાર્યક્રમ યોજી જેલમાં પણ માનવતાની દ્રષ્ટિએ ઘણી બધી સેવાઓ ત્રિવેદી ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. દર મહિને રવિવારના રોજ વિશેષ આંખના મોતિયાના ઓપરેશનના કેમ્પ યોજી સ્થાનિકે જી.જી. હોસ્પીટલ આંખના વોર્ડમાં દર્દીઓને દાખલ કરાવી સફળ ઓપરેશનની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવેલ છે. જેને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે. હાલમાં આવા અનેક દર્દીઓને નટુભાઇ ત્રિવેદી કેમ્પના દિવસે જ હોસ્પિટલ મોકલી જાતે હાજર રહી ઓપરેશન કરાવી આપવાની ઝુંબેશને લોકોએ ખુબ જ વખાણી છે. જેનો લાભ લેવા રવિવારના કેમ્પોમાં પધારવા જાહેર અપીલ કરવામાં આવેલ છે.

વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ સભ્યોની મૂક સેવા અને ટ્રસ્ટ પ્રમુખશ્રી નટુભાઇ ત્રિવેદી પોતાની ૭૩ વર્ષની ઉમરે પણ નિસ્વાર્થ ભાવે કરાતી સેવાને સમાજના લોકો ખૂબ જ બિરદાવે છે.

(12:57 pm IST)