Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જામનગરના જલેવર્સ શો રૂમમાંથી સોનાના દાગીના ચોરી જનાર મહિલા ઝડપાઇ

જામનગર તા.૧૬: ડી.કે.વી કોલેજ સામે તનિષ્ઠા શોરૂમમાં થયેલ સોનાની ચોરીનો ભેદ સીટી ''બી''ડીવી. પોલીસ ઉકેલી લીધો છે.

પોલીસ અધિક્ષક જામનગરના શ્રી પ્રદીપ સેજુળ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જામનગર શહેર વિભાગ એચ.પી.દોષી દ્વારા જામ.સીટી બી ડીવી પો.સ્ટેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.આર.સકસેના ને સુચના કરેલ હોય જે સુચનાના આધારે ડી-સ્ટાફના એ.એસ.આઇ પી.એમ.જાડેજા, પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, પો.કોન્સ.જોગીન્દ્રસિંહ ચૌહાણ તથા રાજેશભાઇ વેગડ તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર સીટી એ ડીવી પો.સ્ટેના પો.કોન્સ. અશોકભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન દરમ્યાન કલાક ૧૨:૩૦ વાગ્યે પટેલકોલોની વિકાસગૃહ જેરામદાસ દેવુમલ ભગતાણી જાતે સીંધી (ઉ.વ.૬૦) ધંધો ઘરકામ રહે.દી પ્લોટ ૫૪ વિશ્રામવાડી શંકરના મંદીરની બાજુમાં જામનગર વાળા હોવાનુ જણાવેલ જેના હાથમાંની થેલી સંતાડવા થેલીમાં જોતા એક પીળી ધાતુનુ બ્રેસલેટ તેમજ પીળી ધાતુની બંગડી નગ-૨ મળી આવતા જે અંગે પુછતા તનિષ્ઠ શોરૂમમાંથી બ્રેસલેટ તેમજ પટેલકોલોની બંસી જવેલર્સમાંથી બંગડી ચોરી કરેલ નુ જણાવતા પંચો રૂબરૂ સોનાનુ બ્રેસલેટ નંગ-૧ કિ.રૂ.૪૯૩૫ની જામ સીટી બી ડીવી પો.સ્ટે. ફલ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલમ મુદામાલની હોય કબ્જે કરેલ છે. તેમજ સોનાની બંગડી નં.૨ કિ.રૂ.૪૧૦૦૦ની બંસી જવેલ્સમાંથી ચોરી થયેલ જે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ શક પડતી મિલ્કત તરીજે કબ્જે કરેલ છે. અને મજકુર મહીલાને તા.૧૪ના કલાક ૧૩/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી જામનગર સીટી બી ડીવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.આર.સકસેના તેમજ ડી-સ્ટાફના એ.એસ.આઇ, પી.એમ.જાડેજા, પો.હેડ. કોન્સ.ભગીરથસિંહ જાડેજા, દિગુભા જાડેજા, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ.જોગીન્દ્રસિંહ ચૌહાણ તથા રાજેશભાઇ વેગડ તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર સીટીએ ડીવી પો.સ્ટે.ના પો.કોન્સ. અશોકભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ.શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:56 pm IST)