Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જામનગર સુમેર કલબ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એસ.પી. ઈલેવન ટીમ વિજેતા

જામનગર, તા. ૧૬ :. સુમેર કલબ ખાતે આયોજીત સોફટ ટેનીસ બોલ ટૂર્નામેન્ટ ટ્રોફીનું આયોજન કરાયુ હતું. આ ટૂર્નામેન્ટમાં જામનગર પોલીસની એસ.પી. ઈલેવન ટીમ જોડાઈ હતી.

એસ.પી. ઈલેવન તરફથી જામનગર એલ.સી.બી. પો. ઈન્સ. શ્રી આર.એ. ડોડીયાની આગેવાન હેઠળ પ્રથ મેચ (૧) જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર ઈલેવન સામે રમાયેલ મેચમાં એસ.પી. ઈલેવન ટીમ વિજય થયેલ (૨) બીજા મેચમાં ભોય ઈલેવન ટીમ સામે રમાયેલ મેચમાં એસ.પી. ઈલેવન ટીમ વિજય થયેલ ત્યાર બાદ (૩) ત્રીજા સેમી ફાઈનલ મેચમાં જામનગર મહાનગરપાલિકા સામે એસ.પી. ઈલેવન ટીમ વિજય થયેલ હતી.

સુમેર કલબ ખાતે આયોજીત ફાઈનલ ક્રિકેટ મેચ જેમા જામનગર એસ.પી. ઈલેવન ટીમ તથા જામનગર જીલ્લા પંચાયત ઈલેવન ટીમ વચ્ચે રમાયેલ હતી, આ ૧૨ અવરની ક્રિકેટ મેચમાં એસ.પી. ઈલેવન ટીમ તરફથી પ્રથમ બેટીંગ કરી ૬૭ રન બનાવેલ હતા. આ રસાકસીભરી મેચમાં જીલ્લા પંચાયત ઈલેવન ટીમ તરફ ૫૧ રન બનાવવામાં આવેલ હતા. આ રીતે જામનગર એસ.પી. ઈલેવન ટીમ તરફથી ૧૬ રને ફાઈનલ મેચમાં વિજય થતા ક્રિકેટ ટ્રોફી પર કબ્જો મેળવેલ હતો.

(11:26 am IST)