Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સફેદ રણમાં કચ્છી સંસ્કૃતિના રંગે રંગાયા નરેન્દ્રભાઈ

ઓસમાણ મીર, ગીતા રબારીના સુર સાથે કલાકારોની સંગતે જમાવી રંગત

ભુજ : આજે બપોરથી જ કરછમાં  વિવિધ વિકાસ કાર્યક્રમોના લોકાર્પણમાં વ્યસ્ત રહ્યા બાદ મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધોરડોના વિખ્યાત સફેદ રણમાં કચ્છની લોકસંસ્કૃતિને રજૂ કરતો ગીત-સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ “મુંજી માતૃભૂમિ કે નમન “ નિહાળ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમ આયોજીત આ કાર્યક્રમમાં જાણીતા ગાયક ગીતાબેન રબારી અને ઓસમાણ મીરે કચ્છી સંસ્કૃતિ ઉજાગર કરતા ગીતો રજુ કરેલ હતા. સાથે સાથે ૧૦૦ જેટલા કલાકારોના વૃંદે કચ્છી લોકસંસ્કૃતિના પરિવેશમાં નૃત્ય રજૂ કર્યું હતું. નરેન્દ્રભાઈએ કલાકારોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી વાસણભાઈ આહિર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા પણ સહભાગી થયા હતા. આ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી હતી

(11:44 pm IST)