Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

હળવદના વેગડવાવમાં કુટુંબી ભાઇની પત્‍નીને તેડવા જવાના ડખ્‍ખામાં યુવકની હત્‍યા કરનાર વિક્રમ વાઘજી ઝડપાયો

હળવદ તાલુકાના પ્રતાપ ગઢ ગામે વેગડવાવ ગામ ના યુવક અને કુટુંબીક ભાઈની પત્નીને તેડવા જતાં ત્યારે પ્રતાપ ગઢ ગામના શખ્સે એ કુહાડી મારી ને હત્યા કરતા પોલીસે એ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ તાલુકાના વેગડવાવ ગામના યુવક રમેશભાઈ કુકાભાઈવાઘેલા પ્રતાપગઢ ગામે તેના કુટુંબને પત્નીને તેડવા જતાં તે દરમિયાન તેના કુટુંબીજનો મુન્નાભાઈ નો સાળાએ ઉશ્કેરાઈ જતા રમેશભાઈને માથાં ના ભાગે કુહાડીના ધા ઝીકી હત્યા કરતાં પોલીસેએ હત્યાનો ગુનો નોંધી પ્રતાપ ગઢ ગામ ના આરોપી વિક્રમ વાઘજીભાઈ નેગણતરીની કલાકોમાં ઝડપી પાડયો હતો હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી એ ‌દેકાવાડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવેન્દ્રસિંહ ઝાલા. બીપીન ભાઈ પરમાર .જયપાલસિંહઝાલા. મુમાભાઈ કલોત્રો .અરવિંદભાઈ ઝાપડીયા.સહિતના પોલીસ કર્મીઓ ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(5:37 pm IST)