Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગોંડલમાં જુગાર રમતા ઝડપાયેલ શખ્સ અમદાવાદ ખૂન કેસમાં ૧ વર્ષથી ફરાર હોવાનું ખૂલ્યુ

ગોંડલ, તા.૧પ : અમદાવાદ શહેરના ખુનના ગુનાના કામે વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થયેલ કાચા કામના કેદીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલએ ઝડપી પાડેલ છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી પેરોલ ફર્લો વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીઓને પકડવા અંગે સુચના કરતા આજરોજ એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર. ગોહિલની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતીનાઓને મળેલ હકીકત આધારે ગોંડલ, વાછરા, રોડ, વી.કે.નગર ઉપર આવેલ કિશન જયંતીભાઇ ચૌહાણના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઇસમોને કુલ મુદામાલ રૂ.૦૧,ર૧,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી કાર્યવાહી કરી હતી.

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ ઇ-ગુજ કોપ એપ્લીકેશન મારફતે ચેક કરતા તેમજ મજકુર પરષોતમભાઇ બચુભાઇ ધવલ જાતે મહેશ્વરી ઉ.વ.પ૦ ધંધો. મંડપ ડેકોરેશન રહે. અમદાવાદ ઓઢવ શીંગળવા વડવાળી ચાલી ચામુંડા સોસાયટીની બાજુમાં વાળા વિરૂદ્ધ અમદાવાદ શહેર સરદાર નગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૧૦પ/ર૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૦ર, ૩૦૭,૧ર૦ બી વિ. મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલનું જણાય આવતા જે અંગે ખરાઇ કરતા મજકુર આરોપી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદથી વચગાળાના જામીન મેળવી તા. રપ-૧-ર૦ર૦થી ફરાર થયેલની હકીકત જાણવા મળતા જે અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.આર. ગોહિલ, પો. હેડ કોન્સ. મહિપાલસિંહજાડેજા, અનિલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી તથા પો. કોન્સ. સાહિલભાઇ ખોખરનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(3:31 pm IST)