Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભાવનગરની યુ-ટયુબર ધારા શાહની ગીત સંગીત સાથે ઝળહળતી સિધ્ધી : ૧ લાખ સબસ્ક્રાઇબનો આંક વટાવ્યો

રાજકોટ, તા. ૧પ :  યુ ટયુબ દ્વારા ભાવનગરના યુવા કલાકાર ધારા શાહનું સિલ્વર પ્લે બટન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તેઓએ પોતાની યૂ ટયુબ ચેનલ ઉપર ૧ લાખ સબસ્ક્રાઇબર મેળવીને અનોખી સિદ્ધિ મેળવી છે.

ધારાબેને જણાવ્યું કે પોતે ર૦૧૩ની સાલમાં ચેનલ શરુ કરી હતી. પોતાના ગાયન અને સંગીતની કલા લોકો સમક્ષ પહોંચે તેવા હેતુથી પ્રયત્ન કર્યો હતો. જે આજે ૭ વર્ષ બાદ ખુબ  જ સફળ રહ્યો છે. તેણીની કલાને વિશ્વભરના દર્શકોએ વધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઇપણ કલાકાર કે સર્જકોને તેમની સર્જનશકિત માટે યુ ટયુબ પર પ્લેટફોર્મ પુરૂ પાડી રહ્યું છે. જેનો સર્જકોને ઘણો બધો લાભ મળી રહ્યો છે. એક લાખ સબસ્ક્રાઇબર્સ ઉપરાંત ૮ લાખ જેટલા વ્યુવર્સ પણ મેળવ્યા છે.

(2:50 pm IST)