Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

લીંબડી જેલમાં સરપ્રાઇઝ ચેકીંગઃ ૩ મોબાઇલ ૧ ચાર્જર જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧પ :  સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી સબ જેલમાંથી ૩ મોબાઇલ અને ૧ ચાર્જર મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.  લીંબડી ડીવાયએસપી ચેતનભાઇ મુંઘવા અને ટીમ દ્વારા આજે લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન ૩ મોબાઇલ અને ૧ ચાર્જર મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ર મહિનામાં બીજી વખત ચેકીંગ હાથ ધરવામાં આવતા ચર્ચા જાગી છે.  

(2:50 pm IST)