Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજુલામાં સસ્તા અનાજનો જથ્થો ઉંચા ભાવે વેચવાના ગૂન્હામાં કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧પ : જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજના કાળા બજાર અને અનઅધિકૃત સંગ્રહ કરતા મળી આવેલ બે શખ્સો સુરેશભાઇ નાગરદાસ તારાપરા પ્રોપઇટર, ભારત ટ્રેડીંગ, રહે. રાજુલા, વ્રજભૂમિ, શેરી નં. ૩, સવિતાનગર, રાજુલા, હુશેનભાઇ મુખ્તાર હુશેન કપાસી પ્રોપઇટર, બાબજીસેલ્સ, રહે. રાજુલા, મેઇન બજાર ને પી.બી.એમ. હેઠળ જેલ હવાલે કરેલ છે ઝડપાયેલ સુરેશ નાગરદાસ તારાપરા સામે સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ઘંઉ તથા ચોખા જેવી આવશ્યક ચીજ  વસ્તુઓનો આર્થિક લાભ મેળવવા ગેરકાયદેસર સંગ્રહ કરી, નિકાલ કરી તેને ખુલ્લા બજારમાં વધુ નફો મેળવવા કાળા બજારમાં વિતરણ કરી, બિન-પરવાનેદાર વેપારી તરીકે ખરીદ વેચાણના સ્થળે અનુસરવાની નિતિઓ મુજબ ધંધાના સ્થળે ઉઘડતો સ્ટોક, વેચાણ રજીસ્ટર, વિ.રેકર્ડ નહી રાખી આરોપીના કબ્જામાંથી જાહેર વિતરણ વ્યવસ્થાના ઘંઉ ર૭૮ કટા, વજન ૧૩૯૦ કિ.ગ્રા.બજાર કિંમત રૂ.ર,૦૮,પ૦૦/ તથા ચોખા ર૦૦ કટા, વજન ૧૦૦૦૦ કિ.ગ્રા. બજાર કિંમત રૂ.૧,૪૦,૦૦૦/-નો જથ્થો ગે.કા.રીતે રાખેલ જે ટ્રક આઇસર કિ. રૂ.૭૦,૦૦૦/- સહિત કુલ રકમ રૂ.૪,૧૮,પ૦૦/ ના જથ્થો તપાસણી દરમ્યાન મળી આવેલ હોય, જે સસ્તા ભાવે મેળવેલ જથ્થો, ઉચા ભાવે વેંચી, નફો મેળવી, સરકારશ્રીસાથે ઠગાઇ કરી, ગુન્હો કર્યા વિ.બાબતે રાજુલા પો.સ્ટે.એ-પાટૃ ગુ.ર.નં.૧૧૧૯૩૦પ૦ર૦૧૮૪૧, ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ-૧૯પપ ની કલમ -૭ તથા ઇ.પી.કો.કલમ-૪૧૭ મુજબ ગુન્હો નોંધાયેલ છે. એ જ રીતે અટકાયતી હુશેનભાઇ મુખત્યાર હુશેન કપાસી વિરૂધ્ધમાં નોંધાયેલ ગુનાની વિગત મુજબ સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ઘંઉ તથા ચોખા જેવી આવશ્ક ચીજ વસ્તુઓનો આર્થિક લાભ મેળવવા, ગેરકાયદેસર સંગ્રહ કરી, નિકાલ કરી, તેને ખુલ્લા બજારમાં વધુ નફો મેળવવા કાળા બજારમાં વિતરણ કરી, બિન-પરવાનેદાર વેપારી તરીકે વેચાણના  સ્થળે અનુસરવાની નિતિઓ મુજબ ધંધાના સ્થળે ઉઘડતો સ્ટોક, વેચાણ રજીસ્ટર, વિ. રેકર્ડ નહી રાખી, આરોપીના કબ્જામાંથી જાહેર વિતરણ વ્યવસ્થાના ઘંઉ પ૦ કિ.ગ્રા. ભરતીના ઘંઉ પ૦૦ કટા, કિંમત રૂ.૩,૭પ,૦૦૦/નો ગેકા.રીતે રાખેલ જથ્થો તપાસણી દરમ્યાન મળી આવેલ હોય, જે સસ્તા ભાવે મેળવેલ જથ્થો, ઉંભા ભાવેવેચી  નફો મેળવી, સરકારશ્રી સાથે ઠગાઇ કરી, ગુન્હો કર્યા વિ.બાબતે રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦પ૦ર૦૧૮૪ર ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯પપની કલમ-૭ આઇપીસી કલમ-૪૧૭ મુજબનો ગુન્હો નોંધાયેલ છે.

(1:03 pm IST)