Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જામનગરમાં ૬૬ બોટલ દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા : રિક્ષા-એકટીવા કબ્જે

જામનગર, તા. ૧પ : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન ઇ/ચા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ એલ.સી.બી. પો.ઇન્સ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન પો. હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઇ બ્લોચ, સલીમભાઇ નોયડાનાઓને મળેલ હકીકત આધારે રેઇડ કરતા (૧) હર્ષદભાઇ દામજીભાઇ મંગે ાનુશાળી રહે. દિ.પ્લોટ-૪૯ આશાપુર મંદિર પાછળ (ર) નીતીન ઉર્ફે ટકો જાદવજીભાઇ માવ ભાનુશાળી રહે. શંકર ટેકરી દિ.પ્લોટ-૪૯ આશાપુરા મંદિરની પાસે કનૈયા ફરસાણની ઉપર (૩) મેહુલ ઉર્ફે કાનો ચેતનભાઇ નંદા ભાનુશાળી રહે. પવન ચક્કી પાસે વિદ્યા એપાર્ટમેન્ટ ફલેટ નં. પ૦ર (૪) અમીત ઉર્ફે અમીયો નરેન્દ્રભાઇ ભદ્રા ભાનુશાળી રહે. દિ.પ્લોટ નિત્યાનંદ દવાખાનાની બાજુમાં (૧) એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની વિદેશી દારૂની બોટલ નંગ-પ૪ કિ.રૂ.ર૭૦૦૦/- તથા (ર) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની વિદેશી દારૂની બોટલ નંગ-૧ર કિ.રૂ. ૬૦૦૦ તથા રીક્ષા કિ.રૂ.પ૦૦૦૦ તથા એકસેસ મો.સા. કિ.રૂ.૩૦૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-પ કિ.રૂ. ૭૦૦૦ મળી કુલ રૂ.૧,ર૦,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તથા સદરહું ઇંગ્લીશ દારૂનો જથ્થો આપનાર આરોપી લખન ઉર્ફે મેંગર ભગવાનજીભાઇ સીંધી ભાનુશાળી રહે. વિશ્રામવાડી પાછળ જામનગર વાળાઓને ફરારી જાહેર કરી સીટી એ-ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.

આ કામગીરી હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાઓએ કરેલ છે.

(1:02 pm IST)