Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમરેલી જીલ્લાનાં ખીચા રોડ ઉપર છોટા હાથી હડફેટે મોતઃ ર ને ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી  તા.૧પ : ધારી તાલુકાના ખીચા રોડ ઉપર છોટા હાથી નં.જી.જે.૦૧.સી.પી.૦ર૪૯ના ચાલકે પુર ઝડપે  અને બેફીકરાઇથી ચલાવી, બાઇક નં.જી.જે.૧૪.કે.૩૮૭૯ સાથે ભટકાવી બાઇક ચાલક હરેશભાઇ નારણભાઇ રાઠોડને માથામાં ગંભીર ઇજા કરી મોત નીપજાવી જયશ્રીબેન તેમજ અપેક્ષાબેનને ઇજાઓ કરી નાશી ગયાની સુધીરભાઇ મકવાણાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હડફેટે

સાવરકુંડલા મહુવા રોડ નિર્દોષાનંદ વાટીકા પાસે ઇકો કાર નં.જી.જે.૧૪.એ.પી. ૯૯૯રના ચાલકે રોગ સાઇડમાં પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ધારાબેન નિતિનપરી ગોસ્વામી ઉ.વ.ર૦ને હડફેટે લઇ ઇજા કરી નાશી ગયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે રહેતા નાનજીભાઇ પુંજાભાઇ માધડ (ઉ.વ.૭૦) રસ્તા પર ચાલીને આવતા હતા. ત્યારે તેજ ગામના તેમના કુટુ઼બીઓ મનિષ વિઠલભાઇ માધડ અને તેના પત્નિ લક્ષ્મીબેન અને વિઠલ સોમા માધડે ગાળો બોલી માર મારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

તાલુકાના મોટા આંકડીયા ગામે રહેતા રજનીભાઇ જયંતીભાઇ જસાણી ઉ.વ.૩૪એ ભાવેશ મધુ ગજેરાના સબંધી સાથે લવમેરેજ કરેલ હતા. જે મનદુઃખના કારણે પોતે બાઇક ઉપર જતો હતો. ત્યારે રસ્તામાં લાકડી વડે માર માર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

સાવરકુંડલા  તાલુકાના વણોટ ગામે રહેતી શોભનાબેન ધુસાભાઇ કાછડ ઉ.વ.૪૦ને તેમના ઘર પાસે તેમના કુટુંબી છગન ટપુ કાછડ, ભુપત ટપુ કાછડે પાઇપ અને લાકડી વડે માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માર માર્યો

રાજુલા તાલુકાના બર્બટાણા ગામે જુના મનદુઃખના કારણે મનુખભાઇ ખીમાભાઇ પરમાર ઉ.વ.ર૮ને મુકેશ રાઠોડ અને કલ્પેશ મનુ મિસ્ત્રીએ ગાળો બોલી લાકડી અને ધોકાવડે માર મારી ફેકચર કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:01 pm IST)