Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જૂનાગઢ જિલ્લાનો પોટેન્શીયલ લિંક પ્લાન ખુલ્લો મુકતા કલેકટર

જૂનાગઢ તા.૧૫: જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે નાબાર્ડના પીએલપીમાં રૂ.૭૪૨૧.૩૬ કરોડનાં બેન્ક ધિરાણની શકયતાઓનું આકલન કરવામાં આવ્યુ છે. નાબાર્ડના પોટેન્શીયલ લિંક પ્લાન જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના હસ્તે District Level Consultative Committee Meetingમાં લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું.

નાબાર્ડના કીરણ રાઉતે જણાવ્યુ હતું કે, વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂ.૭૪૨૧.૩૬ કરોડનાં બેન્ક ધિરાણની શકયાતાનું આકલન કરવામાં આવ્યુ હતું. જેમાં એમ.એસ.એમ.ઇ. સેકટર માટે રૂ.૮૦૮.૦૦ કરોડ (૧૦.૮૮ ટકા) કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રધાન્ય આપી પાક ધીરાણ માટે રૂ.૩૯૯૧.૬૬ કરોડ (૫૩.૭૯ ટકા)મધ્ય અને લાંબી મુદતનાં ખેતી ધિરાણ માટે રૂ.૨૧૪૩.૩૧ કરોડ(૩૪.૯૪ ટકા) અને અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્રો જેમ કે એકસપોર્ટ, શિક્ષા, હાઉસીંગ, રીન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટકચર માટે રૂ.૩૯૮.૩૧ કરોડ (૫.૩૭ ટકા)નું આકલન કરવામાં આવ્યુ છે.

કલેકટર ડો.સૌરભ પારધી, એમ.આર.વાધવાણી, એલડીએમ, યોગેન્દ્ર શેલકે, એજીએમ - એસબીઆઈ,  જાડેજા, ડીઆરડીએ ડિરેકટર અને નાબાર્ડના ડીડીએમ  કિરણ રાઉતની ઉપસ્થિતમાં પીએલપીનો પ્રારંભ કરાયો હતો.

કલેકટર ડો.સૌરભ પારદ્યી ની અધ્યક્ષતામાં એફપીઓની જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિની બેઠક (D-MC) પણ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ યોજવામાં આવી હતી.

(12:58 pm IST)