Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નલીયા ઠંડુગાર-પ ડીગ્રીઃ ગિરનાર-૧૧.ર, ભુજ ૧૧.૯

રાજકોટ ૧૩.ર, સુરેન્દ્રનગર-૧૪.પ ડીગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુ યથાવત

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ટાઢોડુ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન પ ડીગ્રી નોંધાતા કચ્છનું નલીયા ઠંડુગાર થઇ ગયું છે. અને શિયાળાની પ્રથમ કડકડતી ઠંડીનો અહેસાસ થતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે.

 

ડીસેમ્બર મહિનાના મધ્યમાં જ કડાકાની ઠંડી પડવાનો પ્રારંભ થાય છે આજે એકરાતમાં પારો ફરી નીચે સરકી જતા જનજીવન ઠંડીમાં ઠુંઠવાય ગયું હતું કચ્છમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં  કમોસમી વરસાદ બાદ શિયાળો અસ્સલ મિજાજમાં આવી ગયો છે. બર્ફીલા પવનના કારણે આજે ઠંડીથી વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું બોકાસો બોલાવવી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું હતું.

રાજકોટમાં બીજા દિવસે પણ ૪ ડીગ્રી પારો નીચે સરકી કાતિલ ઠંડીના કારણે સવારના ભાગે લોકોની પાંખી અવરજવર  રહી હતી અને આજે રાજકોટનું તાપમાન આ મહિનાનું સૌથી નીચું નોંધાયું હતું.

બેઠા ઠારના કારણે જનજીવન ઠંડીમાં લપેટાઇ ગયું હતું કાતિલ પવનના સૂસવાટાના કારણે લોકો આખો દિવસ ઘરમાં પુરાઇ રહ્યા હતાં શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ હતું.

છેલ્લા એક પખવાડીયાથી વાતાવરણમાં ફેરફાર આવતા ઠંડી ગાયબ થઇ જતા લોકોએ ગરમવસ્ત્રો કબાટમાં મૂકી દીધા હતા પરંતુ  અચાનક ઠંડી વધતા ગરમવસ્ત્ર અને તાપણા શરૂ કરી દીધા છે. કચ્છમાં ઠંડીનું જોર વધ્યું હતું નલીયામાં ફરી તાપમાન સીંગલ ડીગ્રીએ પહોંચી ગયું હતું.

જુનાગઢ

જુનાગઢ : સોરઠમાં આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહેતા જનજીવનને અસર થઇ હતી.

આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.ર ડીગ્રી નોંધાયું હતું. જયારે ગીરનાર ખાતે આજનું તાપમાન ૧૧.ર ડીગ્રી રહેતા પર્વત અને જંગલ વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાઇ હતી.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૩ ટકા રહયુ હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.પ કી. મી. ની રહેતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયું હતું. (પ-૧૯)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૧ ડીગ્રી

ડસા

૧૪.૮ ડીગ્રી

વડોદરા

૧૭.૬ ડીગ્રી

સુરત

૧૮.૮ ડીગ્રી

રાજકોટ

૧૩.ર ડીગ્રી

કેશોદ

૧ર.પ ડીગ્રી

ગિરનાર પર્વત

૧૧.ર ડીગ્રી

ભાવનગર

૧૬.૦ ડીગ્રી

પોરબંદર

૧૪.૯ ડીગ્રી

વેરાવળ

૧પ.૮ ડીગ્રી

દ્વારકા

૧પ.૬ ડીગ્રી

ઓખા

ર૦.૪ ડીગ્રી

ભુજ

૧૧.૯ ડીગ્રી

નલીયા

પ.૦ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૪.પ ડીગ્રી

ન્યુ કંડલા

૧૩.૧ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.૭ ડીગ્રી

અમરેલી

૧પ.૬ ડીગ્રી

ગાંધીનગર

૧૬.પ ડીગ્રી

મહુવા

૧પ.૩ ડીગ્રી

દિવ

૧૬.૧ ડીગ્રી

વલસાડ

૧૩.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૬.ર ડીગ્રી

(11:37 am IST)