Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દર વર્ષે સિંચાઇના નાણાં ખેડૂતોના બદલે ધારાસભ્ય જાડેજા પોતે ચૂકવે છે

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૧૫: કુતિયાણાના ધારાસભ્યની સરાહનીય પહેલથી ખેડૂતોમા હર્ષની લાગણી વ્યાપી છે. બીજા ધારાસભ્યોએ પણ કાંધલ જાડેજા જેવી પહેલ કરવી જોઈએ.

કુતિયાણા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટેના પાણી માટે ધોરાજી ભાદર ૨ ડેમની ઓફિસે પહોંચ્યા હતા.

ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા લોકોને વચન આપ્યા પ્રમાણે દર વર્ષે સિંચાઈ માટેના રૂપિયા ખેડૂતોને બદલે પોતે ચુકવે છે.

ધારાસભ્ય દ્વારા ચાર લાખ રૂપિયા કરતાં પણ વધારે ની રકમ કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે ભાદર ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૂકવવામાં આવી છે.

કુતિયાણા તાલુકાનું ખેડૂતોનું એક મંડળ ધારાસભ્યના પીએ સાથે ધોરાજી ખાતે રૂપિયા લઈને પહોંચ્યું હતું.

ભુખી ગામના ભાદર ૨ ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના સવાસો થી દોઢસો ગામના લોકોને ૧૫૦૦૦ વિઘા જેટલી જમીનમાં પિયત માટેનો ફાયદો થશે.

(11:36 am IST)