Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

હળવદના રણકાંઠાના જોગડ ગામે બે અજગરના બચ્ચા મળી આવ્યા

હળવદઃ તાલુકાના રણકાંઠાના જોગડ ગામે  અજગરના બે બચ્ચા મળી આવ્યા હતા. લોકો કુતુહલવશ અગજરના બચ્ચા જોવા ઉમટી પડ્યા હતા. હળવદની ફોરેસ્ટ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સલામતપૂર્વક રેસ્કયુ કરીને બન્નેને હાલ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. સૂકા ભઠ રણ વિસ્તારમાં કયાંકથી બે અજગરના બચ્ચા આવી ચડ્યા હતા.  બાદમાં ગામના યુવાનોએ અધિકારીઓ કનકસિંહ અને એ. એ. બીહોલા ટીમ સાથે દોડી ગયા હતા. બન્ને અજગરના બચ્ચાઓને વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રાના ખારામાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યા હતા.(દીપક જાની દ્વારા)

(11:33 am IST)