Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જામકંડોરણાના રાયડીમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

ધોરાજી,તા. ૧૫: જામકંડોરણાના રાયડી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ બાજીગરોને ઝડપી લઇ ૧૨૧૫૦દ્ગક રોકડ કબજે કરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ જામકંડોરણાના પીએસઆઈ જે.યુ. ગોહીલને મળેલ પૂર્વ બાતમીના આધારે રાયડી ગામે રામજી મંદિરના ઓટા પર જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવેલ હતા. જેમાં રમેશ વાલા બારૈયા, વિજય શાંતિલાલ પોશીયા, દિવ્યેશ જીતેન્દ્રભાઈ રાણપરીયા, અશોક ગિરધર વીરડીયા, નિકુંજ ચંદુભાઈ વસોયા, સાગર પ્રવીણભાઈ જીવા, સુરેશ પરસોતમ વીરડીયા અને ડાયા સવજી વઘાસીયા સહિતનાઓને ૧૨૧૫૦ રોકડ સામે જાહેરમાં જુગાર રમતા પકડી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે.

(11:25 am IST)