Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ધોરાજીમાં ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૫: ધોરાજીમાં ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી બાદ પુરવઠા વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવેલ હતો.

બાદ ફરી ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ઉમટી પડ્યા મગફળી ની પુષ્કળ આવક ના પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડ મગફળી થી ઉભરાયું હતું.

ધોરાજી ખાતે કુલ ૮ હજાર જેટલા ખેડૂતો એ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે.

અત્યાર સુધી કુલ ૪૫૦૦ ખેડૂતો ને એસએમએસ દ્વારા મગફળી વેચવા જાણ કરી આપવામાં આવી છે.

કુલ ૮૧ હજાર ૭૦૦ ગુણી ની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે.

આજે પણ ૧૫૦ જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા મગફળી લઈ અને માર્કેટિંગ યાર્ડ પોચ્યા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડ બજાર મગફળી પડેલા વાહનોને કતાર લાગી હતી અને ખેડૂતો લાઈનમાં બેસી ગયા હતા.

(11:25 am IST)