Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમરેલી જિલ્લાના છેવાડાના ગામે કાર્યકર્તા સાથે મુલાકાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા

વડિયા :અમરેલી જિલ્લા ભાજપના સંગઠન માળખામાં ફેરફાર બાદ નવ નિયુકત જિલ્લા પ્રમુખ તરીકે યુવા ચહેરો એવા કૌશિક વેકરીયાની નિમણુંક કરાઈ છે. તેમના હકારાત્મક અભિગમના સ્વભાવને કારણે તેની સામાન્ય કાર્યકર્તામાં પણ એક આદર્શ છબી જોવા મળે છે. છેવાડાના ગામના સામાન્ય કાર્યકર્તા આમંત્રણને માન સન્માન આપવુ, તેની સમસ્યાઓ સાંભળવી જેવા ગુણો તેમનામાં શરૂઆતથી જ દેખાઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયાના છેવાડા ગામ એવા હનુમાન ખીજડીયામાં ભાજપના બુથ પ્રમુખ ભાવેશભાઈ સાવલિયાના ઘરે લગ્ન પ્રસંગે હાજરી આપી વડિયા વિસ્તારના કાર્યકર્તા અને સંગઠનના હોદેદારોની મુલાકાત લીધી હતી. જેમાં તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, વડિયાના સરપંચ છગન ઢોલરીયા,પૂર્વ સરપંચ વિપુલ રાંક સાથે પાર્ટીને મજૂબત કરવા ચર્ચા કરી કાર્યકર્તાઓમાં પોઝિટિવ પ્રાણ પૂર્યો હતા. નવ નિયુકત પ્રમુખની કામગીરીથી વડિયા વિસ્તારના કાર્યકર્તાઓમાં નવો જોમ અને જુસ્સો જોવા મળતો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જોકે નવા પ્રમુખની કામગીરીથી આવનારા સમયમાં અમરેલી જિલ્લા માં ભાજપ સારૂ પ્રદર્શન કરે તેવું લાગી રહ્યુ છે. (તસ્વીર -અહેવાલ : ભીખુભાઇ વોરા-વડિયા)

(11:23 am IST)