Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મોરબીના શનાળામાં બેફામ ખનીજ ચોરી પગલા નહીં લેવાય તો જનતા રેડની ચીમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧પ : શનાળા (ત.) ગ્રામ પંચાયતના સરપંચે ખાણ ખનીજ વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેના ગામે ખનીજ ચોરી થતી હોય અને હિટાચી ટર્બા ઓવરલોડ ચાલે છે ઉચી માંડલથી સફેદ માટી, મોરમના ઓવરલોડ વાહનો દ્યણા સમયથી ચાલે છે.

 જે અંગે અનેક વખત ટેલીફોનીક અને લેખિત જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી જેથી ત્રણ દિવસમાં કાર્યવાહી કરવા માંગ કરી છે અન્યથા ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરાશે અને જે સ્થિતિ સર્જાય તેની જવાબદારી ખાણ ખનીજ વિભાગની રહેશે તેમ રજૂઆતમાં જણાવ્યું છે.

જુના જાંબુડિયામાં મહંતની પ્રથમ પુણ્યતિથીએ સંતવાણી

રાધેક્રિષ્ના આશ્રમના મહંત સ્વ. મનસુખદાસ ગોકળદાસ રામાનુજની પ્રથમ પુણ્યતિથી નિમિતે તા. ૧૭ ને ગુરુવારે રાત્રીના ૯ કલાકે જુના જાંબુડિયા ઠાકર મંદિર ચોક ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ છે

જે સંતવાણી કાર્યક્રમમાં કલાકારો અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે સંતવાણીનો લાભ લેવા મંછારામભાઈ ગોકળદાસ રામાનુજ, મહેશભાઈ ગોકળદાસ રામાંનુજ, અરવિંદભાઈ મનસુખદાસ રામાનુજ, મુકેશભાઈ મનસુખદાસ રામાનુજ અને હિતેશભાઈ મનસુખદાસ રામાનુજે નિમંત્રણ એક યાદીમાં પાઠવ્યું છે.

લાયન્સ દ્વારા રાશન કીટ વિતરણ કર્યુ

લાયન્સ કલબ નઝરબાગ સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

શહેરના દરબારગઢ, રામમંદિર ખાતે ૫૦ વર્ષથી ઉપરના ગંગા સ્વરૂપ બહેનો માટે કલબ દ્વારા રાશન કીટ વિતરણ દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે હાલ કોરોના મહામારીને પાળે થોડા સમય માટે વિતરણ બંધ હતું પરંતુ તાજેતરમાં સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરી ૧૨૫ થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને વિતરણ શરુ કરેલ છે.

હોમગાર્ડસ જવાનોનું લાયન્સ દ્વારા સન્માન

લાયન્સ કલબ દ્વારા મોરબી હોમગાર્ડસ જવાનોને પણ સર્ટીફીકેટ આપી સન્માનવામાં આવેલ જે જવાનોએ લોકડાઉનમાં પોતાની સેવા આપી હતી તેવા તમામ હોમગાર્ડસ જવાનોને પણ કલબ દ્વારા સન્માનપત્ર હોમગાર્ડસ ડે ના રોજ આપવામાં આવ્યા હતા તેમ સંસ્થા પ્રમુખ કુતુબ ગોરૈયા અને સેક્રેટરી પ્રતિક કોટેચાની યાદી જણાવે છે

નકલંક નેજાધારી ગ્રુપ દ્વારા રખડતી ગાયોને  લીલોચારો

નકલંક નેજાધારી ગ્રુપના યુવાનોએ શહેરના રખડતી ગાયો અને ગૌવંશને લીલો ચારો ખવડાવ્યો હતો ગૃપના યુવાનો શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને રખડતી ગાયોને લીલો ચારો આપ્યો હતો સંસ્થાના યુવાનોએ કુલ ૬૯ મણ લીલો ચારો ગાય માતા અને ગૌવંશને અર્પણ કર્યો હતો.

(11:22 am IST)