Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ખંભાળીયા ટાઉનમાં બનેલ યુવાનને નિવસ્ત્ર કરવાના ચકચારી બનાવમાં ઝડપાયેલા આરોપી વિનુ ડાંડા અને ધના ભોજાણીને પાસામાં ધકેલાયા : અમદાવાદ સાબરમતી જેલમાં મોકલવા તજવીજ

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિનરીક્ષક સંદીપસિંહ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડાવિશાલ વાઘેલાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ ખંભાળિયા પો,સ્ટે,એ નોંધાયેલ ગુન્હાના ફરિયાદીનું અપહરણ નિવસ્ત્ર  હાલતનો મોબાઈલ ફોનમાં વિડિઓ ઉતારી વાયરલ કરેલ જે ચકચારી બનાવની તપાસ તાતકાલિક  એલસીબીને સોંપી હતી,આ ગુન્હાના ફરાર આરોપીઓને પકડી પાડવા એલસીબી પીઆઇ,જે,  એમ,ચાવડા તથા એસ.ઓ.જી પો.સબ.ઇન્સ એ.ડી.પરમારનાઓ દ્વારા એલ.સી.બી તથા એસ.ઓ.જીની અલગ-અલગટીમો બનાવી ખાનગી બાતમીદારો,ટેક્નિકલ માધ્યમોથી ગુન્હાના ફરારી આરોપીઓને પકડી પાડવા તમામ દિશામાં પ્રયાસો હાથ ધરાયા હતા તેવામાં ચોક્કસ બાતમીના આધારે બે આરોપીઓને પકડી પાડીને તેઓના કોરોના ટેસ્ટ કરાવી આ ગુન્હામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તાપસ હાથ ધરી છે આરોપીના રહેઠાણ અને આશ્રય સ્થાનોમાં ઝડતી તપાસ કાર્યવહી કરાઈ છે  આરોપીઓમાં વિનોદભાઈ ઉર્ફે વિનુ દાંડા કુરજીભાઈ કલ્યાણજીભાઇ વિઠલાણી ( ઉ,વ, 57 ( રહે એસ,એન,ડી,સ્કૂલ પાસે ખંભાળિયા ) અને ધનાભાઇ જોધાભાઇ ભોજાણી ગઢવી ( ઉ વ, 58 ) ( રહે, યોગેશ્વરનગર -2,માધવ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં ખંભાળિયા ) ને ઝડપી લેવાયા હતા દરમિયાન આરોપીઓના ગુહ્નાહિત ઇતિહાસ વિશે  માહિતી મેળવી પાસાનું શસ્ત્ર ઉગામેલ છે બંને સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટર ડો, નરેન્દ્રકુમાર મીના એ દરખાસ્ત મંજુર કરતા બંનેને એલસીબી  દ્વારા રાઉન્ડઅપ કરીને પાસા હેઠળ કાર્યવાહી કરીને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે

(9:06 pm IST)