Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

રાજકોટના બુટલેગરને પાસા હેઠળ મોરબી એલસીબી ટીમે અમદાવાદ જેલમાં ધકેલ્યો

અંગ્રેજી દારૂની હેરાફેરીના અસંખ્ય કેસોમાં સંડોવાયેલ ચંદ્રેશ ઉર્ફે કાળીયો પાસામાં પુરાયો

રાજકોટનો બુટલેગર દારૂના અનેક કેસોમાં સંડોવાયેલ હોય જેની વિરુદ્ધ પાસા વોરંટ બજવણી કરીને મોરબી એલસીબી ટીમે શખ્શને અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલવા તજવીજ હાથ ધરી છે

મોરબી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેકટર વી બી જાડેજાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા માર્ગદર્શન અને સુચના મળી હતી જેથી અંગ્રેજી દારૂની હેરાફેરીના અસંખ્ય કેસોમાં સંડોવાયેલ સામાવાળો ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઈ બ્રાહ્મણ (ઉ.વ.૩૩) (રહે રાજકોટ )ને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ મોકલવા તજવીજ હાથ ધરી છે

(11:35 pm IST)