Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માળિયા પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો : મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા

માળિયાના ન્યુ નવલખી ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં તળાવના કાંઠે બાવળની ઝુંડમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ કરી આરોપી ઈસ્માઈલ અમીન જંગીયા (રહે મોરબી બોરીચાવાસ) અને સાગર લીમજી આદિવાસી (રહે મોરબી વિસીપરા )ને ઝડપી લઈને દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂનો જથ્થો અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૨૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે .

(11:33 pm IST)