Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

માળિયા પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો : મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા

માળિયાના ન્યુ નવલખી ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં તળાવના કાંઠે બાવળની ઝુંડમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ કરી આરોપી ઈસ્માઈલ અમીન જંગીયા (રહે મોરબી બોરીચાવાસ) અને સાગર લીમજી આદિવાસી (રહે મોરબી વિસીપરા )ને ઝડપી લઈને દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂનો જથ્થો અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૨૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે .

(11:33 pm IST)
  • આવતા અઠવાડિયે મહાભિયોગને લઇને ટ્રમ્પની વધી શકે છે મુશ્કેલી : ડેમોક્રેટિક બહુમતિવાળા હાઉસ ઓફ રિપ્રેઝેટેટિવની કમિટીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ઘના બે આરોપોને મંજૂરી આપી દીધી છેઃ આમ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ઘ મહાભિયોગની પ્રક્રિયામાં આગળ વધશેઃ હાઉસ જયૂડિશિયરી કમિટિએ શુક્રવારે ૨૩-૧૭થી મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે access_time 3:54 pm IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • સુધારેલા સિટીઝનશિપ એકટમાંથી બ્રહ્મપુત્રા વેલીને મુક્ત રાખવાની માગણી આસામ ગણ પરિષદ(એજીપી)ના પ્રમુખ અતુલ બોર એ કરી છે, જે આસામમાં ભાજપનો સાથી પક્ષ છે. આ જ એજીપી પક્ષે સીટીઝન બિલને સુપ્રીમમાં પડકારવાની જાહેરાત પણ કરી છે. access_time 6:18 pm IST