Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

મોરબી જિલ્લાના છેતરપિંડીના ગુન્હાના વોન્ટેડ આરોપીને રાજકોટ રેંજની ટીમે ઝડપ્યો

મોરબી જીલ્લાના સીટી-બી ડીવી. પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનામાં છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમ દ્વારા ઝડપી લેવાયો છે

  રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર નાઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા-ફરતા આરોપી દરશથ શ્રવણલાલ રાઠોડ (રહે.ઝારડા બોરખેડી તા.લ્હારગઢ જી.મદસોર (એમ.પી.) હાલ- પ્રતીન હોટલ અંકલેશ્વર જી.ભરૂચ) ને પ્રતીન હોટલ ખાતેથી ધોરણસર અટક કરી અંકલેશ્વર શહેર પો.સ્ટે. ને સોંપી આપવામાં આવેલ છે અને આરોપી અટકની જાણ મોરબી સીટી-બી ડીવી. પો.સ્ટે.ને કરવા આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે

(5:18 pm IST)
  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • વડાપ્રધાન મોદીના સંસદીય કાર્યાલય સામે વેપારીઓએ કર્યું અર્ધનગ્ન પ્રદર્શન : વારાણસીમાં ઈ-કોમર્સ કંપનીઓના વિરોધમાં છૂટક વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરાયોઃ વેપારીઓએ રવીન્દ્રપુરી સ્થિત પીએમ મોદીના સંસદીય કાર્યાલય પર અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું access_time 1:11 am IST