Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

મોરબીના લાલપર નજીક ટ્રક અને આઇસરની ટક્કર : ત્રણ લોકોને ઈજા

મોરબીના લાલપર નજીક આઈસર અને ટ્રકની અથડામણ થઇ હતી જે અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

મોરબીના લખધીરપુર રોડ પર રહેતા રણજીતભાઈ ભુપતભાઈ સોલંકી (ઉ.વ.૪૬) મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી આઈસર ટ્રક નં જીજે ૦૩ ૮૬૮૬ લઈને  લાલપર નજીકથી મોરબી વાંકાનેર હાઈવે પરથી પસાર થતા હોય ત્યારે ટ્રક નં જીજે ૦૩ એડબલ્યુ ૩૭૮૯ ના ચાલકે અકસ્માત સર્જતા ફરિયાદી રણજીતભાઈ સોલંકી તેમજ મોહનસિંહ લાલારામ પ્રજાપતિ અને આઈસર ચાલક પ્રેમજીભાઈ વાઘેલા એમ ત્રણને ઈજા પહોંચીછે 

(12:45 am IST)