Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબીના લાલપર નજીક ટ્રક અને આઇસરની ટક્કર : ત્રણ લોકોને ઈજા

મોરબીના લાલપર નજીક આઈસર અને ટ્રકની અથડામણ થઇ હતી જે અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

મોરબીના લખધીરપુર રોડ પર રહેતા રણજીતભાઈ ભુપતભાઈ સોલંકી (ઉ.વ.૪૬) મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી આઈસર ટ્રક નં જીજે ૦૩ ૮૬૮૬ લઈને  લાલપર નજીકથી મોરબી વાંકાનેર હાઈવે પરથી પસાર થતા હોય ત્યારે ટ્રક નં જીજે ૦૩ એડબલ્યુ ૩૭૮૯ ના ચાલકે અકસ્માત સર્જતા ફરિયાદી રણજીતભાઈ સોલંકી તેમજ મોહનસિંહ લાલારામ પ્રજાપતિ અને આઈસર ચાલક પ્રેમજીભાઈ વાઘેલા એમ ત્રણને ઈજા પહોંચીછે 

(12:45 am IST)
  • સંસદમાં બહુમતી પ્રવર્તે છે ત્યારે : CABના અમલ માટે ૧૬ બીજા ભાજપી ૭ રાજયોનો ઈન્કાર : જાણીતા પોલ સ્ટ્રેટેજીસ્ટ - જેડીયુના પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યુ છે કે સંસદમાં એનડીએ બહુમતી ધરાવે છે ત્યારે ન્યાયતંત્રથી ઉપર હવે ભારતના આત્માને બચાવવાનો આધાર - ટાસ્ક હવે ૧૬ બીન ભાજપી રાજયો ઉપર નિર્ભર કરે છે. સીએબી (સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલ)ના અમલમાં મૂકવાનો છે. અત્યાર સુધીમાં પંજાબ - કેરાળા - પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ સીએબી અને એનઆરસીનો અમલ કરાવવા ના પાડી છે. (જો કે આ આંક હવે ૭નો થયો છે.) access_time 3:16 pm IST

  • અમદાવાદમાં મેટ્રો રેલના સળીયાની ચોરી કરતો એક યુવાન ઝડપાયો : બીજો ફરાર : મેટ્રો રેલની સાઇટ પર ફરી એક વખત ચોરીનો બનાવ બન્યો : સુપરવાઇઝર મનોજસિંઘ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પાલડી જલારામ મંદિર સામે એક યુવાન ચોરી કરતા ઝડપાયો access_time 12:28 am IST

  • હડમતીયા ફાયરિંગમાં ઘવાયેલા યુવકનું મોત: મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયો : ગામમાં એસઆરપીનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો access_time 8:10 pm IST