Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉમરાળાના ધારૂકા ગામમાંથી 30 પેટી વિદેશી દારૂ સાથે સ્કોર્પિયો કાર ઝડપાઇ

ઉમરાળા રોડ ઉપર આવેલ એક મકાન સાથે અથડાયેલ હાલતમાં કાર મળી

 

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલ.ના પો.સબ ઇન્સ. આર.એચ.બાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ. વી.એલ. પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને શંકાસ્પદ સ્કોર્પીયો કાર ઉમરાળા-ધારૂકા રોડ ઉપર મળતા આર.આર.સેલ સ્ટાફે તથા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. તથા તેઓના સ્ટાફના માણસોએ ધારૂકા ગામમાં ઉમરાળા રોડ ઉપર આવેલ એક મકાન સાથે અથડાયેલ હાલતમાં સફેદ કલરની સ્કોર્પીયો કાર નં RJ-02-UA-3006 મળી આવતા જેમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૩0, (બોટલ નંગ-૩૬૦), તથા મહિન્દ્ર સ્કોર્પીયો કાર કી.રુ.૩,૦૦,૦૦૦ સહિત કૂલ કી.રુ. ૪,૦૮,૦૦૦ના મુદામાલ ઝડપી પાડી તથા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ સખ્શો સામે પ્રોહી. એકટ તળે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 

  આ કામગીરીમાં ભાવનગર આર.આર.સેલ.ના પો.સબ ઇન્સ. આર.એચ.બાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ. વી.એલ. પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ પી.આર.સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર.પઢીયાર તથા સ્ટાફના હેઙકોન્સ. બી.એચ.વેગડ તથા એચ.વી.ગોસ્વામી તથા પો.કોન્સ. મયુરસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

(12:35 am IST)
  • નાગરિકતા કાયદા પર પહેલી વાર બોલ્યા મોદી : આગ લગાડનારાની કપડાથી ઓળખ થઇ જાય છે : પાકિસ્તાનનું કામ હવે કોંગ્રેસ કરી રહી છે access_time 4:51 pm IST

  • વડાપ્રધાન મોદીના સંસદીય કાર્યાલય સામે વેપારીઓએ કર્યું અર્ધનગ્ન પ્રદર્શન : વારાણસીમાં ઈ-કોમર્સ કંપનીઓના વિરોધમાં છૂટક વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરાયોઃ વેપારીઓએ રવીન્દ્રપુરી સ્થિત પીએમ મોદીના સંસદીય કાર્યાલય પર અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું access_time 1:11 am IST

  • સુધારેલા સિટીઝનશિપ એકટમાંથી બ્રહ્મપુત્રા વેલીને મુક્ત રાખવાની માગણી આસામ ગણ પરિષદ(એજીપી)ના પ્રમુખ અતુલ બોર એ કરી છે, જે આસામમાં ભાજપનો સાથી પક્ષ છે. આ જ એજીપી પક્ષે સીટીઝન બિલને સુપ્રીમમાં પડકારવાની જાહેરાત પણ કરી છે. access_time 6:18 pm IST