Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ધોરાજીના મુથુટ ફાયનાન્સના લુંટ કેસના પાંચ આરોપીને ૧૦ વર્ષની સજા

આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો ધારણ કરી મુથુટ ફાયનાન્સના મેનેજર કેશીયરને મોતનો ભય બતાવી ૪૧૦ પેકેટ સોનાના દાગીનાની લુંટ કરી હતીઃ ધોરાજીના એડી. જજ હેમંતકુમારનો ચુકાદોઃ આવા ગુનાને હળવાશથી લઇ શકાય નહી

ધોરાજી તા. ૧પ :.. ધોરાજીના એડીશનલ સેશન્સ જજે મુથૂટ ફાઇનાન્સ વાળા લૂંટના ચકચારી કેસમાં આરોપીઓને તકસીરવાન ઠરાવી સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી શહેરમાં જેતપુર રોડ સમા ધમધમતા વિસ્તારમાં આજથી આશરે દોઢ વર્ષ પહેલા મુથૂટ ફાઇનાન્સ ત્રણ લોકોએ પ્રાણઘાતક હથિયારો સાથે પહોંચી જઇ અને મુથૂટ ફાઇનાન્સના મેનેજર હિરેન ભાઇ અને કેશિયર પાયલબેન મોતનો ભય બતાડી ૪૧૦ પેકેટ સોનાના ધિરાણ અપાયેલા દાગીનાની લૂંટ ચલાવી હતી અને તેઓ ભાગી ગયા હતા આ વખતના ધોરાજી પોલીસના અધિકારી ચૌધરી એસ. ઓ. જી. પી. એસ. આઇ. દીપક પ્રભુદાસ ઉનડકટ અને એલસીબીના શ્રી વાળાએ સખ્ત મહેનત કરી અને ગણતરીના દિવસોમાં જ આ ત્રણ લૂંટારૂઓ અને તેમને મદદ કરનાર અન્ય પાંચ લોકોને મુદામાલ સોનાના દાગીના તથા હથિયાર સહિત પકડી પાડેલા હતા જે પૈકી એક આરોપી સગીર વયનો હોઇ અન્ય આરોપીઓ સામે ધોરાજીના એડીશનલ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલ્યો હતો.

ફરીયાદી હિરેનભાઇ તથા નજરે જોનાર સાહેબ પાયલબેન પોતાની મુથૂટ ફાયનાન્સ માં આવેલા બંને આરોપીઓને ઓળખી બતાવેલો જેમાં રાજેશ ઉર્ફે ભૂરો પરબત તથા અશોક રવજી પરમાર ઓળખાયેલા હતા તેમણે લૂંટ કરી અને આ મુદામાલ અન્ય આરોપીઓને આપેલો હતો જે પોલીસ માંગરોળ ખાતે મુસાફરખાનામાંથી આરોપી રવિ લખમણ તથા અન્યની સાથે પકડી પાડેલ હતો અને આરોપી અશ્વિન ઉર્ફે બાવ દિનેશભાઇ ચૌહાણ પોતાના હવાલા વાળી નેનો કારમાં આ મુદામાલનો અમુક સોનાના દાગીના લઇને જઇ રહ્યો હતો ત્યારે પોલીસે પાડેલ.

સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખએ દલીલો કરેલ હતી કે આ કામના આરોપીઓએ એક સંપ કરી પૂર્વયોજીત કાવતરું ઘડી અને આર્થિક લાભ લેવાના ઇરાદે અગ્નિ શસ્ત્ર ધારણ કરી અને મુથૂટ ફાઇનાન્સમાં એકબીજાની મદદગારી કરી આશરે આઠ કિલોથી ઉપર સોનાની લુંટ ચલાવી હતી જે હળવાશથી લઇ શકાય નહી તમામ મુદામાલ આરોપીઓ પાસેથી રિકવર થયેલો છે અને તે અંગે આરોપી તરફથી કોઇ ખુલાસો કરવામાં આવેલો નથી કાવતરૂ હંમેશા રાતના અંધારામાં જ ઘડાતુું હોય છે આથી તેનો કોઇ ચોકકસ સ્પષ્ટ પુરાવો ન હોઇ શકે પરંતુ જે લુંટનો મુદામાલ આરોપી રાજેશ અને અશોક સગીર સાથે લુંટી ગયેલા હતા તે અન્ય આરોપીઓ પાસેથી મળેલી છે લુંટનો મુદામાલ પ્રવીણભાઇ ગીગાભાઇ અને અશ્વિનભાઇ ઉર્ફે ભાવ પાસેથી મળેલા છે.

આ તમામ સંજોગોને સાથે મળી અને જોવામાં આવે તો પુરાવા અધિનિયમ કલમ ર૭ ની જોગવાઇ અન્વયે ડિસ્કવરી પંચનામું ન માનવાનો કોઇ કારણ નથી ખાસ કરીને ત્યારે જયારે ડિસ્કવરીથી આટલી મોટી રકમનો મુદામાલ મળી આવેલો હોય અને તે અંગે આરોપી તરફથી કોઇ ખુલાસો કરવામાં આવેલો હોય નહિ ત્યારે આરોપીઓને તકસીરવાન ઠરાવી અને સજા કરવી જોઇએ.

આ તમમ દલીલો સાંભળી અને પુરાવાની તુલના કરી અને એડિશનલ સેશન્સ જજ શ્રી હેમંતકુમારે આજરોજ આરોપીઓ પૈકી આરોપી રાજેશ પરબત આર્મ્સ એકટ અને લુંટના ગુન મળી દસ વર્ષ સજા તથા

રૂપીયા ૧૩ હજાર દંડ આરોપી અશોકને ૧૦ વર્ષ સજા તથા ૧૩૦૦૦ દંડ આરોપી રવિ લખમણને ૧૦ વર્ષની સજા તથા રૂપિયા ૧૩ હજાર દંડ અને આરોપી અશ્વિન ઉર્ફે બાવને દસ વર્ષની સજા તથા પ્રવીણભાઇ ગીગાભાઇને દસ વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ આમ પાંચ આરોપીઓને તકસીરવાન ઠરાવી છે સજાનો ચુકાદો સેશન્સ જજ શ્રી હેમંતકુમાર એ દવે આપેલો હતો.

(3:32 pm IST)