Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જસદણમાં મતદાન પૂર્વે બીએસએફ ટીમની ફલેગ માર્ચ

 જસદણ : વિધાનસભાની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે બોર્ડર સિકયુરીટી ફોર્સનીઙ્ગ બે બટાલિયનના અંદાજે ૧૨૫ જેટલા જવાનો ગઈકાલે રાત્રે જસદણ પહોંચ્યા હતા. બીએસએફના ગાંધીનગર તેમજ ગાંધીધામ ખાતેના યુનિટની આ ટીમ જસદણ પહોંચી હતી આસિસ્ટન્ટઙ્ગ કમાન્ડેટ રાકેશ મેગી તેમજ આસિસ્ટન્ટ કમાન્ડેટ અભિમન્યુની આગેવાની હેઠળ જસદણ પી.આઈ એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ જસદણમાં ફલેગમાર્ચ,  ફૂટ પેટ્રોલિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જસદણના જુના બસ સ્ટેન્ડથી ફલેગ માર્ચે શરૂ થઈ ટાવર ચોક, મેઇન બજાર, મોતી ચોક, ડી એસ વી કે હાઇસ્કુલ રોડ, નવા બસ સ્ટેન્ડ, પંચમુખી હનુમાન થઈને સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાઈ હતી. આજની આ ફલેગ માર્ચ પૂર્ણ થયા બાદઙ્ગ સાંજે તેમજ ચૂંટણી સુધીના દિવસોમાં જસદણ ઉપરાંત જસદણ વિછીયા તાલુકાના જુદા જુદા ગામોમાં પણ ફૂટ પેટ્રોલિંગ ફલેગ માર્ચ યોજાશે. મતદાનને દિવસેઙ્ગ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ફલેગમાર્ચમાં જસદણ પી.આઈ. એ. બી. પટેલની આગેવાનીમાં જસદણ પોલિસ ની ટિમ પણ વ્યવસ્થામાં જોડાઈ હતી. (તસ્વીર - અહેવાલ : ધર્મેશ કલ્યાણી, જસદણ)

(3:30 pm IST)