Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જસદણની પેટા ચૂંટણીમાં ૧૬૬૨ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

જસદણ તા.૧૫ : જસદણ વિધાનસભા મત વિસ્તારમાં તા. ૨૦ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૨,૧૧૬ મતદારો જસદણ-વીંછીયા તાલુકા સહિતના વિધાનસભા વિસ્તારમાં મતદાન કરશે. આ મત વિસ્તારમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ૧૮ વર્ષની વય ધરાવતા કુલ ૧૬૬૨ યુવા મતદારો છે. જે પૈકી યુવાનોની કુલ સંખ્યા ૧૧૬૩ અને યુવતિઓની કુલ સંખ્યા ૪૯૯ છે.

જસદણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૨૬૫ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જેમાં ૪૩૨  સ્ત્રી મતદારો તથા ૮૩૩ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. આ બાબતને ધ્યાને રાખીનેઙ્ગ જસદણના વાજસુરપરામાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના રૂમ. નંબર ૩માં ૧૨૫ નંબરનું પોલિંગ સ્ટેશન દિવ્યાંગો માટે આદર્શ સુવિધાયુકત બનાવવામાં આવશે. ત્યાં દિવ્યાંગો માટે રેમ્પ સહિતની વ્યવસ્થાઓ હશે. જરૂર પડે ત્યાં દિવ્યાંગોને સહાયકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જસદણ ચૂંટણી અધિકારી અમિત એચ. ચૌધરી ના જણાવ્યા મુજબ જસદણ વીંછીયા તાલુકા સહિત સમગ્ર જસદણ વિધાનસભા મત વિસ્તારમાં મુકત અને ન્યાયી ચૂંટણી માટે સમગ્ર તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. જસદણના ચોટીલા રોડ ઉપર રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર શરૂ કરવા માટે તૈયારી પૂર્ણતાની આરે છે.(૨૧.૧૨)

(3:39 pm IST)