Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દુષ્કર્મ-હત્યાના કેસના આરોપી ગોરધન નાયકને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧પ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જિલ્લામા બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.

જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા, શ્રી ડી.એમ.જલુ તથા પો.સ્ટાફના માણસો જુનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય અને ગતા તા.૬/પ/ર૦ર૧ ના રોજ ક.૦૪/૪પ થી ક. ૦૬/૧પ ના અરસામાં જુનાગઢ સીવીલ હોસ્પીટલના પાંચમાં માળે આવેલ કેદી વોર્ડના સંડાસની બારી વાટેથી રવિ તુલશીભાઇ સોલંકી તથા ગોરધન રાયસિંગ બંને નાશી ગયેલ હતા જે બાબતે જુનાગઢ એ ડીવી. પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧ર૦૩૦ર૩ર૧૦૭ર૬/ર૦રક્ષ્ ઇપીકો કલમ રર૪, ર૬૯, ર૭૦, ૧૧૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પની કલમ પ૧ (બી) તથા ધી એપેડીક ડીસીઝ એકટ ૧૮૮૭ ની કલમ-૩ મુજબનો ગુન્હો તા.૬/પ૦/ર૦ર૧ ના રોજ દાખલ થયેલ ઉપરોકત બન્ને નાશી ગયેલ આરોપીઓને અગાઉ રવિ તુલીસને ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ દ્વારા શોધી આરોપી ગોરધન રાયસીંગને કાલાવડ તાલુકાના ગુંદાસરી ગામે છુપાયેલ હોય તેવી હકીકત મળતા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંડાસર ગામમાં તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા હસ્તગત કરી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ એ ડીવીઝન પો.સ્ટે. ને સોપી આપવામાં઼ આવેલ છ.ેહાલ રહે ગુંદાસરી ગામે પરતોષતમ માવજીભાઇ પટેલની વાડીએ  આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી પો.સ.ઇ.ડી.જી.બડવા પો.સી.ઇ. એ.ડી.વાળા તથા વા.પો.સ.ઇ. વા.પો.સ.ઇ. ડી.એ.મ જલુ આર.પી. ચુડાસમા પો.સ.ઇ.એ ડીવી પો.સ્ટે. તથા પો.હેડ કોન્સ વિ.કે.ચાવડા તથા પો.કોન્સ. સમા, ડ્રા.પો..કોન્સ જગદીશભાઇ ભાટુ વિગરે છ.ેકરેલ છ.ે

(1:24 pm IST)