Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જેતપુર સ્વામીનારાયણ ગાદિસ્થાનના રર૦મા પટ્ટાભીષેકમાં જીજ્ઞેશ દાદા, રમેશભાઇ ઓઝાની પ્રેરક ઉપસ્થિત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧પ :.. સ્વામીનારાયણ ગાદિ સ્થાન મંદિરના રર૦મા પટ્ટાભીષેક મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, ભકત ચીંતામણી સપ્તાહ પારાયણમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી દર્શન કર્યા હતાં.

આ પ્રસંગે તેમણે જણાવેલ કે હું પણ અહીં લેવા આવ્યો છું આર્શીવાદ મળે જેથી ગુજરાતના તમામ લોકોની વધુ વેગથી સેવા કરી શકુ. આ પ્રવિત ભૂમિ ઉપર આવવાથી હું ધની બની ગયો છું.

ભકત ચીંતામણી સપ્તાહમાં રાધે રાધે ફેઇમ જીજ્ઞેષ દાદા તેમજ પૂ. ભાઇ રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહ્યા હતાં. તેમેણ વ્યાખ્યાન માળા માધ્યમથી કથા વાર્તાનો લાભ  આપ્યો હતો. રાત્રીના ૧૧ કલાકે મહોત્સવની પુર્ણાહૂતિ કરવામાં આવેલ છ દિવસના આ ભવ્ય મહોત્સવ દરમ્યાન વડતાલ, ગઢપુર, જુનાગઢ, અમદાવાદ, સારંગપુર, ભાવનગર, ઉંઝા, રાજકોટ, સહિતના ઠેરઠેરથી હરી ભકતો બહોળી સંખ્યામાં આવી કથા રસપાનનો લ્હાવો લીધેલ હજારો લોકોએ સ્વામીનારાયણ ભગવાનની પ્રસાદી લઇ ધન્ય બન્યા.

પાંભરવાડી, ખાતે ઉજવાયેલ આ મહોત્સવમાં અનેક સંતો-મહંતો, આચાર્ય પધારાર્યા હોય. ભૂમિ પાવન બની ગયેલ.

આ ઉત્સવ અંગે માહિતી આપતા કથાના દ્વિતીય વકતા શ્રી વિવેક સાગરદાસજી સ્વામીએ જણાવેલ કે પ. પૂ. નિલકંઠચરણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ભવ્યાતી ભવ્ય ઉત્સવની ઉજવણી થઇ જેમાં છ દિવસ દરમ્યાન જુદા જુદા ધામોમાંથી ૩૦૦ થી વધુ સંતો રપ૦ થી જેટલી સાંખ્યોગી માતાઓ ઉપસ્થિત રહી ઉત્સવને દિપાવી દીધો હતો. આચાર્ય પ.પૂ. ધ.ધુ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ થી ઉત્સવની ભવ્યતા વધી ગયેલ બહારથી આવેલ પ૦૦૦ જેટલા હરીભકતો માટે ઉતારાની વ્યવસ્થા કરાઇ હતી. મહોત્સવ દરમ્યાન ૭૦ હજારથી વધુ લોકોએ પ્રસાદ લઇ ઠાકોરજીની ભકતી કરેલ.

આજે મંદિરે અન્નકુટ તેમજ ભગવાનને અભિષેક કરવામાં આવેલ સાથે ગુણાતીત સત્સંગ શીબીર રાખવામાં આવી હતી.

(1:23 pm IST)