Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સુરેન્દ્રનગરના નાગડકામાં જુની અદાવતમાં ફાયરીંગ : યુવકનું મોત

ત્રણ શખ્સોએ જાહેરમાં ફાયરીંગ કરતા સનસનાટી : પોલીસ તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૫ : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ધજાળા નાગડકા ગામ વિસ્તારમાં આજે વહેલી સવારે અંગત વાહનમાં આવી અને મુન્નાભાઈ વલકુભાઈ ઉદયભાઇ વલકુભાઈ રઘુભાઈ વલકુભાઈ દ્વારા હથિયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યા છે આ ફાયરિંગ શાર્દુલભાઈ જેબલિયા ઉપર કરવામાં આવ્યા છે ત્યારે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું છે.જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે આ મામલે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક દ્યટના સ્થળે પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે વધુ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે ફાયરિંગના બનાવે યુવકનો જીવ લઈ લીધો છે તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાગડકા ગામ માં વહેલી સવારે ફાયરિંગ બનાવ સામે આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ બાબતની જાણકારી પોલીસને થતાં દ્યટનાસ્થળે દોડી ગઇ છે ત્યારે ખુદ ડીવાયએસપી ચેતન ભાઈઙ્ગ પણ આ મામલે દ્યટનાસ્થળે દોડી જઈ અને આ બાબતની વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં ત્રણ ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હોય અને અંગત અદાવતમાં યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે ત્યારે આ મામલે જાણવા જોગ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. અને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના નાગડકા ગામે વહેલી સવારે યુવક ઉપર અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યા છે જેમાં યુવકનું ઘટનાસ્થળે જ ગોળી વાગવાને કારણે મોત નિપજવા પામ્યું છે સાદુળભાઈનું ઘટનાસ્થળે મોત નીપજયું છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ ફાયરિંગ ત્રણ ઈસમો માં મુન્નાભાઈ વલકુભાઈ ઉદયભાઇ વલકુભાઈ રઘુભાઈ વલકુભાઈ દ્વારા હથિયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે આ મામલે હાલ માં ફાયરિંગ કરી અને ત્રણેય ઇસમો નાસી છૂટયા છે તેવા સંજોગોમાં અને ગામડાઓમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી છે અને ત્રણે ય તત્વોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે નાગડકા માં ફાયરિંગ ના બનાવ યુવકનેઙ્ગ ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જયારે લઈને તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતા હતા તે સમયે તેમનું રસ્તામાં મોત નિપજવા પામ્યું છે ત્યારે આ સમગ્ર મામલે ફાયરિંગમાં ઈજા થવાના કારણે મોત નિપજયા હોવાની વિગત મળી રહી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

(1:10 pm IST)