Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

એરપોર્ટ શરૂ કરવા અને ટોલનાકાનો પ્રશ્ન હલ કરવા પોરબંદરના સાંસદ પાસે કેશોદના શહેરીજનોની માંગ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૫: લોકસભાની ચુંટણીના સમયે કેશોદનુ જુનાગઢ રોડ પરનું ટોલનાકુ વીશ કિ.મી.ની અંદરની ત્રિજયામાં આવતું હોઈઙ્ગ કેશોદના વાહન ચાલકો પાસેથી ઉઘરાવાતાંઙ્ગ ટેકસ નાઙ્ગ પ્રશ્ર્ને તથા કેશોદનું એરપોર્ટ ચાલુ કરવાના બાબતેઙ્ગ લોકો ને જાહેર સભામાંઙ્ગ સાંસદ ધડુકે આ પ્રશ્નો હલ કરવાનીઙ્ગ જાહેરમાં ખાતરી આપેલ હતી.શહેરજનોએ સાંસદશ્રી ધડુકને આપેલ ખાતરીની ફરી યાદ અપાવતાઙ્ગ આઙ્ગ બાબતે આજદિન સુધી કોઈ નિરાકરણ થયેલ નથી ત્યારે સત્વરે આ પ્રશ્નો હલ કરવા શહેરના લોકોમાંથી માંગ ઉઠેલછે.ઙ્ગ ત્યારે સાંસદે ચુંટણી સમયે આપેલ વચન મુજબ આ કામગિરી પૂર્ણ કરીઙ્ગ હલ કરશે કે આ બાબતેઙ્ગ આવનારી સાંસદની ચુંટણી સુધી રાહ જોવી પડશે? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.ઙ્ગ

બીજી તરફ કેશોદ ના એરપોર્ટ પ્રશ્ર દર ચુંટણી વખતે રાજકીય પક્ષો માટે મુદ્દો બને છે અને ચુંટણી જીત્યા બાદ આ પ્રશ્ર્ને ફરી પાંચ વર્ષ માટે રાજકિય પક્ષો ભુલી જતાં હોય છે

ઙ્ગકેશોદમાં એરપોર્ટ નો પ્રશ્ર્ન દર ચુંટણી સમયે ગુંજતો રહે છે. પરંતુ કોઈ તેને હલ કરવા માટે નક્કર કામગીરી કરતું નથી જેને લઈ લોકો ના મહત્વના પ્રશ્ર નો છેલ્લાં પંદર વર્ષે થી કોઈ પણ રીતે ઉકેલ આવતો નથી.ઙ્ગ પરંતુ આશ્વાસન રૂપ થોડો થોડા સમયે એરપોર્ટ ચાલુ થઈ રહીયા ની વાતો માત્ર મિડિયા ના માદયમથી સંભળાતી રહે છે. ત્યારે કેશોદ ના લોકો માટે અતિ મહત્વના ટોલનાકા અને એરપોર્ટ ના પ્રશ્ર્ને સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી લોકોમાંથી માંગ ઉઠીછે.

(12:44 pm IST)