Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી માલમતા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર પોલીસ

જામનગર તા. ૧પ :.. ફરીયાદી શ્રી ભરતભાઇ કાંતીલાલ કારીયા રહે. હરીયા સ્કુલની પાછળ, જૈન દેરાસર પાસે, જામનગર વાળા આજથી આશરે અઢી-ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ઘરને તાળા મરી ગયેલ ત્યારે પાછળથી કોઇ અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના મકાનના તાળા તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૦,૯૧૩ ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી. પો. સ્ટે.માં અજાણ્યા ચોર માણસ વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી.

તેમજ ફરીયાદી શ્રી ઉમેદભાઇ ભીમાભાઇ રાઠોડ રહે. કૈલાસધામ, યાદવગનર જામનગર વાળા તથા તેમની બાજુમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયેલ હતાં. તે દરમ્યાન કોઇ અજાણ્યો માણસ તાળા તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૮,૮પ૦ ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી. પો. સ્ટે.માં અજાણ્યા ચોર માણસ વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી. જે બંને ગુના વણશોધાયેલ હતાં.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ. સી. બી.ના પો. ઇન્સ. એસ. એસ. નિનામાના માર્ગદર્શન મુજબ એલ. સી. બી. પો. સ. ઇ. બી. એમ. દેવમૂરારી તથા આર. બી. ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન એલ. સી. બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા હરદીપભાઇ ધાધલને મળેલ હકિકત આધારે, ચાંદી બજાર માંથી આરોપી હુસેનભાઇ ઉર્ફે હુશનોચોર અલીભાઇ જોખીયા રહે. ધરારનગર-૧, સલીમબાપુના મદ્રેશા પાસે, જામનગર વાળાના કબ્જામાંથી સોના - ચાંદીના દાગીના રૂ. પ૩,રપ૦ તથા રોકડ રૂ. ૩ર,૦૦૦ મળી કુલ રૂ. ૮પ,રપ૦ નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂધ્ધ પો. સબ. ઇન્સ. બી. એમ. દેવમૂરારીનાઓ એ કાર્યવાહી કરી, જામનગર સીટી સી ડીવી. પો. સ્ટે.ને સોંપી આપેલ છે. ચોરીના સોનાના-દાગીના લેનાર સોની સનતભાઇ પાલા રહે. જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

મજકુર આરોપીએ ત્રણેક મહિના પહેલા ગુરૂદ્વારા, ગોકુલ હોસ્પીટલની પાછળ એક મકાનના તાળા તોડી સોનાની વીંટી તથા કેમેરાની (ર) અઢી મહીના પહેલા હરીયા સ્કુલની પાછળ. જૈન દેરાસર પાસે એક મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની (૩) પંદરેક દિવસ પહેલા વાલ્કેશ્વરીમાં એક કેબીનના તાળા તોડી રોકડ રૂ. પ૦૦૦ ની (૪) દસ બાર દિવસ પહેલા ઢીચડા રોડ ઉપર ભકિતનગરમાં એક મકાનના તાળા તોડી સોનાના ઓમકાર તથા રોકડ રૂપિયાની (પ) સાતેક દિવસ પહેલા યાદવનગર કૈલાશધામ માં બે મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ છે.

આ કાર્યવાહી એલ. સી. બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, યોજરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, એ. બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:26 pm IST)